જુ. NTR એ લગ્ન કર્યા ત્યારે થયો હતો કેસ, જાણો કેમ..
જુનિયર NTR ની લેટેસ્ટ ફિલ્મ RRR માં લોકોને જેટલો રસ પડ્યો છે તેનાથી પણ વધુ રસપ્રદ તેની અંગત જીંદગી છે.જુનીયર NTR એ પોતાના પરફોર્મન્સથી સાબિત કરી આપ્યું છે કે તેનામાં એવું ખાસ કંઈક છે જેનાથી લોકો તેને દક્ષિણ નો સુપરસ્ટાર માને છે.
જુ. NTR ના અંગત જીવન ની રસપ્રદ વાતો વિશે જાણીએ તો તેમણે ૨૦૧૧માં અરેંજ મેરેજ કર્યાં હતાં. પરંતુ આ મેરેજ પણ ફિલ્મી પડદા જેવા જ રોમેન્ટીક હતા કેમ કે તેમણે પોતાના થી ૧૦ વર્ષ નાની ઉંમરની લક્ષ્મી પ્રણતી સાથે લગ્ન કર્યા હતાં. એટલુંજ નહીં પરંતુ લગ્ન સમયે લક્ષ્મી સગીરવયની હતી તેથી જુ. NTR પર બાળ લગ્ન ધારા પરનો કેસ પણ કરવામાં આવ્યો હતો.
અભિનેતાને લક્ષ્મી એટલી બધી પસંદ આવી ગઈ હતી કે તે બહુજ જલ્દી લગ્ન કરવા માંગતા હતા અને તેમણે લક્ષ્મીની ઉંમર વિશે પણ વિચાર્યું ન હતું અને જ્યારે લક્ષ્મી ૧૮ વર્ષની થઈ ત્યારે અભિનેતા અને તેના પરિવાર દ્વારા લગ્ન પ્રસંગનું ખૂબ ધાધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું.
આ લગ્ન એક રાજા મહારાજાના હોય તેવા ઠાઠ થી કરવામાં આવ્યા હતાં બંને વચ્ચે ૧૦ વર્ષની ઉંમરની તફાવત હોવા છતાં તેમનો પ્રેમ અતૂટ છે તથા સમજણ પણ બંને વચ્ચે સારી દેખાય છે.
જુ. NTR ના લગ્નમાં ત્યારે ૩ હજાર મહેમાન અને ૧૨ હજાર ફેન્સ આવ્યા હતા અને આ આખુંય ફંકશન રીજનલ ટેલિકાસ્ટ પણ થયું હતું.આ લગનથી જુ. NTR ને બે બાળકો છે જે ૨૦૧૪ તથા ૨૦૧૯ માં જન્મ્યાં છે. જુ. NTR નિયમીત પણે પોતાની પત્ની અને બાળકો સાથેના ફોટાઓ સોશ્યલ મીડિયા પર વાયરલ કરતા રહે છે.