બસ હવે આજ જોવાનું બાકી રહી ગયું હતું! મેગીમાં પાણી નહીં પણ આ વસ્તુ નાખીને તૈયાર કરવામાં આવી… જુઓ

મિત્રો તને સોશિયલ મીડિયા પર આવર નવાર એવા દંગ રહી જાવ તેવાં વિડિઓ જોતાજ હશો તેવાંમાં વાયરલ થઈ રહેલો એક વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે જેમાં વાત કરીએ તો એક સ્ટોર પર થી સ્ટિંગ વળી મેગ્ગી નોં વિડિઓ સામે આવ્યો છે. સામાન્ય રીતે તમે મેગ્ગી જેમ બનાવતા હોવ છો તેના કરતાં ઉલટુંજ પાણી ની જગ્યાએ આ ભાઈએ સ્ટિંગ નાખીને બનાવી મેગ્ગી. આમ આવા લોકોને લીધે આ મેગ્ગી ઘણા લોકોને ગુસ્સો અપાવે તેવી હોય છે.

આમ જો કે, મેગી જેવા અન્ય કોઈપણ ખોરાકમાં વિવિધતા અને પ્રયોગ જોવા મળ્યો નથી. મેગીમાં લોકો માત્ર આઈસ્ક્રીમ જ નહીં પરંતુ કોલ્ડ ડ્રિંક્સ પણ મિક્સ કરીને નવો ટેસ્ટ બનાવવાનો પ્રયાસ કરે છે. આટલું જ નહીં ફેન્ટા મેગી, ચોકલેટ મેગી, પાન મસાલા મેગી, રૂહ અફઝા મેગી અને બીજી ઘણી વસ્તુઓ મિક્સ કરીને મેગી બનાવવામાં આવે છે. આ ટ્રેન્ડ ઘણો આગળ વધી ગયો છે. દરરોજ વિચિત્ર કોમ્બિનેશન સાથે કંઈક નવું જોવા મળે છે. હવે, ‘મેગી વિથ સ્ટિંગ’ એ ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે.

તમને જણાવી દઈએ કે સ્ટિંગ એક કાર્બોનેટેડ એનર્જી ડ્રિંક છે જેમાં સ્ટ્રોબેરીનો સ્વાદ હોય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં સ્ટ્રોબેરી ફ્લેવરવાળા એનર્જી ડ્રિંકમાંથી બનેલી મેગી જોવા મળી રહી છે. ઘણા ટ્વિટર યુઝર્સે આ વીડિયો શેર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે એક યુઝરે વીડિયો જોયા બાદ લખ્યું, ‘ખતમ, ટાટા-ટાટા, બાય-બાય.’ ક્લિપમાં બતાવવામાં આવ્યું છે કે એક વ્યક્તિ પાણીને બદલે ફ્રાઈંગ પેનમાં સ્ટિંગ એનર્જી ડ્રિંક નાખે છે. ત્યારબાદ તે મેગીનું પેકેટ ખોલે છે અને પીણામાં ઈન્સ્ટન્ટ નૂડલ્સ ઉમેરે છે. પછી તે મેજીક મસાલો, ડુંગળી અને લીલા મરચાં ઉમેરે છે.

તમને જણાવીએ તો આ વીડિયો આરજે રોહને ગયા મહિને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. એકવાર સ્ટિંગ મેગી બનાવ્યા પછી, તેને બાઉલમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને ગ્રાહકને આપવામાં આવે છે. ક્લિપને હજારો વખત જોવામાં આવી ચુકી છે અને સંખ્યા હજુ પણ વધી રહી છે. વીડિયોએ સમગ્ર સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. નેટીઝન્સે રેસીપીની મજાક ઉડાવી કારણ કે તેઓ તેમની મનપસંદ મેગીને આ રીતે બરબાદ થતા જોઈ શકતા ન હતા. થોડા દિવસો પહેલા એક અન્ય ફૂડ કોમ્બિનેશનને પણ લોકોને ચોંકાવી દીધા હતા. તેમાં મેગી કોલ્ડ કોફી સાથે પીરસવામાં આવી રહી હતી.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *