કાકાએ બસ સ્ટેન્ડ પર કર્યો જબરદસ્ત ડાન્સ! ડાન્સ જોવા માટે લોકોના ટોળે ટોળા ભેગા થયા….જુઓ આ ફની વિડીયો
સોશિયલ મીડિયા એ એક મનોરજનનું એવું સાધન બની ગયું છે જ્યાં રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોઈને સૌ કોઈ આનંદ માણતું હોય છે. એવામાં સોશિયલ મીડિયા પર ડાન્સ વાળા વિડીયોને એક અલગ જ મહત્વ આપવામાં આવે છે. કોઈ પણ ડાન્સ વાળો વિડીયો હોય તે તરત જ અપલોડ થતા જ વાયરલ થઈ જતો હોય છે એવામાં હાલ એક કાકાનો વિડીયો સામે આવ્યો છે જેમાં બસ સ્ટેન્ડ પર કાકા ખુબ જબરદસ્ત ડાન્સ કરી રહ્યા છે.
વિડીયોને લીધે જ તે હાલના સમયમાં બાળકોમાં ડાન્સ કરવાનો ક્રેઝ વધી ગયો છે એટલું જ નહી, હાલના સમયમાં નાના બાળકો પણ ડાન્સ કલાસીસમાં ડાન્સ શીખવા જતા હોય છે જેથી તેઓ મોટા થઈને ડાન્સ કરી શકે. એવામાં કાકાનો ડાન્સ કરતો આ વિડીયો સામે આવ્યો છે જેમાં આ કાકા બસ સ્ટેન્ડ પર ખુબ મનખોલીને નાચી રહ્યા છે, એટલું જ નહી લોક આ કાકાનો વિડીયો પણ બનાવા લાગે છે.
વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક કાકા બસ સ્ટેન્ડ પર અચાનક જ ખુબ સારો ડાન્સ કરવા લાગે છે. જાણવા મળ્યું છે કે આ બસ સ્ટેન્ડ પરથી ઘણી બધી બસ જતી હોય છે એવામાં એક બસ પર આ કાકાને જવાનું હોય છે પણ તેઓ ચડી શકતા નથી આથી તે આવો ડાન્સ કરવા લાગે છે. આ કાકા પંજાબી ગીત ‘ગુડ નાલ ઈશ્ક મીઠા’ ગીત પર ખુબ જબરદસ્ત ડાન્સ કરવા લાગે છે જેને જોવા માટે લોકો ભારે ભીડમાં જમા થાય છે.
વિડીયોમાં આગળ જોઈ શકાય છે કે આ કાકા પછી બીજા ગીત પર પણ ડાન્સ કરે છે, જેમાં આ બસ સ્ટેન્ડ પર હાલતા ચાલતા લોકો સામે પોતાના અલગ અલગ હાવભાવ આપી રહ્યા છે અને તેઓને પણ મનોરંજીત કરી રહ્યા છે. આ જોઈને લોકોને ખુબ જ હસવું આવે છે.
જણાવી દઈએ કે આ ફની વિડીયો યુટ્યુબ પર shastri pawan Bhardwaj નામની યુટ્યુબ ચેનલ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયો વિશે વાત કરવામાં આવે તો આ વિડીયો પર હજારોની સંખ્યામાં વ્યુવ્સ આવી ચુક્યા છે અને લોકો દ્વારા આ વિડીયોને પણ ખુબ જ પ્રેમ આપવામાં આવી રહ્યો છે. લોકો આ વિડીયો પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે જેમાં એક યુઝર જણાવે છે કે ‘ વાહ કાકાએ તો મોજ કરી દીધી’