કાકાએ બાઈક પર એવો સ્ટંટ કર્યો કે વિડીયો વાયરલ થતા તરત જ કાકાને પોલીસનો બુલાવો આવી ગયો…જુઓ આ વિડીયો
મિત્રો સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા જ રહે છે. એવામાં જણાવી દઈએ કે મુખ્યત્વે આવા વિડીયો સોશિયલ મીડિયા પર યુવાનો અને બાળકો વધુ બનાવતા હોય છે, પણ હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં એક મોટી ઉમરના વ્યક્તિએ બાઈક પર એવો સ્ટંટ કર્યો કે લોકો જોતા જ રહી ગયા છે.
સોશિયલ મીડિયામાં ચર્ચિત થવા માટે અને લોકપ્રિયતા મેળવવા માટે લોકો કોઈ પણ હદ પાર કરી જતા હોય છે. એવામાં હાલ સોશિયલ મીડિયા પર બાઈક સ્ટંટના વિડીયો ખુબ આવતા જોવા મળે છે. જણાવી દઈએ કે આવા વિડીયો અમુક વખત જોખમી સાબિત થતા હોય છે અને મોટી દુર્ઘટનામાં પણ પરીણમતા હોય છે, એવામાં કાકાના બીક સ્ટંટનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે આ મોટી ઉમરના કાકા બાઈક લઈને ખાલી રસ્તામાં જતા હોય છે અને અચાનક જ સ્ટંટ કરવા લાગે છે, જોઈ શકાય છે કે તેઓ પેહલા ગાડીમાં આખા ઉભા રહી જાય છે અને અને પછી જાણે મહારાજાની જેમ ગાડી પર બેઠી જાય છે. આ વિડીયો એટલો બધો વાયરલ થયો છે કે આ વિડીયો પોલીસ સુધી પોહચી ગયો છે અને પોલીસે આ સ્ટંટ કરનાર કાકા વિરુધ કડક કાર્વાહી કરતા ઉત્તરપ્રદેશ પોલીસે કાકાને ૨૬૫૦૦ રૂપિયાનું ઓનલાઈન ચલણ ફટકાર્યું છે.
આટલું બધું ચલણ ફટકારતા હવે બધા લોકોને સીખ મળી ગઈ છે. જણાવી દઈએ કે આ વિડીયો ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદનો છે જેમાં આ કાકાએ રુવાતા ઉભા કરનારો સ્ટંટ કર્યો હતો.જણાવી દઈએ કે આ વિડીયો _viral_video_meme નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે રસ્તો ખાલી હોય ત્યારે પણ આવો સ્ટંટ ન કરવો જોઈએ આવા સ્ટંટ જીવને જોખમમાં મૂકી શકે છે.
View this post on Instagram
આ વિડીયોની પુષ્ટિ ‘ગુજરાત અખબાર’ નથી. જો તમને આ વિડીયોનો લેખ પસંદ આવ્યો હોય અને આવા લેખ વાંચવાના શોખીન હોવ તો લાઈક કરીને જોડવ અમારી સાથે. આભાર.