ક્રિકેટ ની પીચ ના કીંગ છે મહેસાણા ના કાળુભાઈ ! કપિલ દેવ થી માંડી ધોની સુધી ના કેપ્ટન તેની સલાહ લીધા વગર…
આજના સમયની જો વાત કરવામાં આવે યુવા ધનોમાં જો કોઈ રમત ગમતનો ક્રેઝ હોઈ તો તે ક્રિકેટ છે. તેવામાં જો વાત કરવામાં આવે તો ગુજરાતના એક એવા વ્યક્તિ છે જેની સલાહ અને સૂચના મોટા મોટા ક્રિકેટરો પણ લેતા હોઈ છે. તમને આ વ્યક્તિ વિષે જાણી 100 % ગમશે. આમ જે ક્રિકેટરોનો ભારતમાં જ નહીં વિશ્વવભરમાં ડંકો વાગે છે. એ મેચ રમતાં પહેલાં પૂછતાં અને બધીજ સલાહો લેતા જેથી કરીને ભારતના ક્રિકેટરોને મેચ અંગે સટીક માહિતીઓ પ્રાપ્ત થતી રહેતી. આવો તમનેગુજરાતના આ વ્યક્તિને વિષે વિગતે જણાવીએ. જેમેને કપિલ દેવે પણ એવોર્ડ આપીને સન્માન કરેલ છે.
તમને જણાવીએ તો જે ક્રિકેટરોનો ભારતમાં જ નહીં વિશ્વવભરમાં ડંકો વાગે છે. એ મેચ રમતાં પહેલાં પૂછતાં -‘કાળુભાઇ પહેલાં બેટિંગ લેવાય કે બોલિંગ? અને કાળુભાઇ જવાબ આપતા… આજે એ કાળુભાઇની વાત કરવી છે, જેઓ ન તો બેસ્ટ બોલર છે કે ન બેસ્ટ પ્લેટર.. પણ ધોની, ડ્રવિડ અને કપિલદેવ જેવા ક્રિકેટરોને તેમની સલાહ અચૂક લેવી પડતી. મોટા થઈને ક્રિકેટર બનવાનું સપનું લઈને ફરતું ગાંધીનગર જિલ્લાના અમિયાપુરાનું બાળક આર્થિક પરિસ્થિતિના હિસાબે 6 ધોરણથી વધુ ભણી ન શકતાં તેનું સપનું રોળાઈ ગયું.. પણ કહે છે, ‘મહેનતને નસીબ પણ નડતું નથી’ તેમજ આ સાથે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 2015માં ભારત-પાકિસ્તાનની મેચ યોજાઇ ત્યારે ધોની કેપ્ટન હતા.
આમ આ મેચ પહેલાં ધોનીએ કાળુભાઈને પૂછ્યું કે, ‘પહેલાં બેટિંગ લેવી કે બોલીંગ..? તો કાળુભાઈએ સલાહ આપી બેટિંગ લેવા કહ્યું હતુ. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 192 રન કર્યા હતા, જેમાં યુવરાજે 36 બોલમાં 72 રન કર્યા હતા અને પાકિસ્તાન 180માં ઓલઆઉટ થઇ જતાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. તેમજ ગર્વની વાત તો એ છે કે વર્ષ 1994માં કપિલદેવે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો ત્યારે કપિલ દેવે કાળુભાઇનો આભાર માની ખુશ થઇને તેમને 15 હજાર રુપિયાની ભેટ આપી હતી. આમ આ સાથે કાળુભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષ 1983માં પીચ બનાવવામાં રબ્બર, માટી, ઘાસ લગાવાતું. વર્ષ 1988માં જ્યારે મોટેરા સ્ટેડિયમની આખી પીચ ખોદીને નવી બનાવાઇ જેમાં ઇટો અને કપચી-રેતીનો ઉપયોગ કરાયો હતો. જોકે, હાલમાં નદીની રેત અને માટી દ્વારા પીચ બનાવવામાં આવે છે.’
તેમજ કાળુભાઈએ વધુમાં કહ્યું કે, ‘મારી કારકિર્દી દરમિયાન શરૂઆતમાં એક પીચ બનાવવા પાછળ 1.30 લાખ ખર્ચ હતો. જોકે, સમય જતાં હાલમાં પીચ બનાવવા બે લાખથી પોણા બે લાખ સુધીનો ખર્ચ થાય છે અને મુંબઈથી માટી અને ગુવાહાટીથી સ્પેશિયલ ઘાસ મંગાવવામાં આવે છે. પહેલી મેં 1962માં ગાંધીનગર જિલ્લામાં આવેલા અમિયાપુરા ગામમાં મધ્યમ પરિવારમાં કાળુભાઈનો જન્મ થયો હતો. તેઓ નાનપણથી ક્રિકેટર બનવાનું સપનું જોતા હતા, પણ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી કાળુભાઈ માત્ર 6 ધોરણ જ અભ્યાસ કરી શક્યા અને બાદમાં શાળાને રામ રામ કર્યા.. ત્યારબાદ ગાંધીનગર સચિવાલયમાં પ્યુનનું કામ કરતા હતા, ત્યારે તેમને પ્રતિદિન માંડ 5 રૂપિયા મળતા હતા. એક દિવસ અધિકારી પર પાણી ઢોળાઈ જતા અધિકારીએ કાળુભાઈને લાફો ઝીકી દીધો હતો.. બાદમાં કાળુભાઈને નોકરીમાંથી મન ઉઠી જતા પાણી પ્યુનની નોકરી મૂકી દીધી હતી.’
આમ 1 ફેબ્રુઆરી 1983ના રોજ ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝલસિંઘે અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું ખાતમુહૂર્ત કર્યું અને આ સમાચારો બીજા દિવસે કાળુભાઈને મળ્યા. જેથી તેઓ પોતાની જૂની સાઇકલ લઈ ત્યાં મજૂરી કરવા દોડી ગયા અને તેમને અહીં મજૂરી કામ પણ મળી ગયું, જેમના તેમને પ્રતિદિન 7 રુપિયા મળતા હતા. મોટેરા સ્ટેડિયમમાં કાળુભાઇ મજૂરી કામ કરતા હતા અને ત્યારે તેમને કામ મળી ગયું પીચ બનાવવાનું.. ધીરજ પલસાણાના નેતૃત્વ હેઠળ કાળુભાઈએ 1983માં મોટેરા સ્ટેડિયમની પ્રથમ પીચ બનાવી. આમ જે બાદ આ અમિયતપુરાના બાળકે અધાગ મહેનત કરી અને અત્યારસુધી 60 વર્ષની ઉંમરમાં ભારતભરમાં બે હજારથી વધુ પિચ બનાવી પોતાની અલગ ઓળખાણ ઊભી કરી.
તેમજ કાળુભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં હું મજૂર જ જતો, પણ પીચ કેવી રીતે બનાવવી એ હું શીખી ગયો હતો. કંઇ પીચ પર કેટલા રન થશે? એ હું અંદાજો લગાવી શકતો. મારા 36 વર્ષ મોટેરા સ્ટેડિયમમાં ગયા છે. આ સમયગાળા દરમિયાન મેં ચેન્નઈનું સ્ટેડિયમ, મુંબઇનું વાનખેડે સ્ટેડિયમ સહિત બે હજાર પીચ બનાવી છે. કાળુભાઈ વધુમાં જણાવ્યું કે, મોટેરા સ્ટેડિયમમાં જ્યારે જ્યારે મેચ હોતી, ત્યારે ધોની, સેહવાગ, દ્રવિડ સહિતના ખેલાડીઓ મેચો રમ્યા પહેલાં મારી પાસે આવતા અને હું ના દેખાઉં તો હાજર સ્ટાફને કહેતા ‘કાલુભાઈ કહા હે?’
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.