કલોલ: વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકે કેનાલમાં કૂદી મોતને વ્હાલું કર્યું ! મૃતકના પાસેથી મળેલ ચીઠ્ઠીમાં લખ્યું હતું કે, ચાર..
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક યુવકે કેનાલમાં લગાવી મોતની છલાંગ. આ આપઘાતની પાછળનું કારણ જાણશો તો તમે પણ હક્કા બક્કા રહી જશો. આવો તમને આ આપઘાતની ઘટના વિગતે જણાવીએ.
આપઘાતની આ ધ્રુજાવી દેતી ઘટના કલોલમાંથી સામે આવી રહ્યો છે જ્યા ગાયોના ટેકરા પાસે ઠાકોરવાસમાં રહેતો વિનોદજી ઠાકોર ભજીયાની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેને ધંધામાં રૂપિયાની જરૂરિયાત ઊભી થતા કેટલાક લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા અને તે આ લોકોને વ્યાજ પણ ચૂકવતો હતો તેમ છતાં વ્યાજખોરો તેની પાસેથી વધુ વ્યાજ અને પેનલ્ટી જેવી વગેરે બાબતો પરેશાન કરીને ઉઘરાણી કરતા હતા અને તેના આ ત્રાસને કારણે યુવક અંદરો અંદર તૂટી ગયો હતો અને તેણે પોતાના જીવનનો અંત લાવી દેવાનું નક્કી કર્યું અને કેનાલમાં કૂદી મોતને ભેટી ગયો હતો.
મળતી માહિતી પ્રમાણે થયું એવું હતું કે ગઈ તારીખ 19 ના રોજ તે પોતાના ઘરેથી ચાલી નીકળ્યો હતો. અને રામનગર ગામેથી પસાર થતી નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી જે બાદ યુવકનો મૃતદેહ કડી તાલુકાના કરણનગરની કેનાલમાંથી મળી આવ્યો હતો. જ્યાં પોલીસે તપાસ હાથ ધરતા મૃતક વિનોદજી ઠાકોરના ખિસ્સામાંથી વ્યાજખોરો ના હિસાબ અને નામ સાથેની ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં પોતાના ઉપર ચાર લાખનું દેવું હોવાનું ઉલ્લેખ કર્યો છે. અને પોતાના પરિવારને હેરાન નહીં કરવા જણાવ્યું છે.
આ બનાવ અંગે તેમના પરિવારજનોના જણાવ્યા અનુસાર વિનોદજી ઠાકોર ને વ્યાજખોરો હેરાન પરેશાન કરતા હતા અને અવારનવાર આવીને ધમકી આપતા હતા બનાવ અંગે પોલીસે વ્યાજખોરો સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આગળ કાર્યવાહી શરૂ કરી છે ત્યારે કલોલના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવી લીધું હતું. તેની પાસેથી મળેલી ચીઠ્ઠીને લઇ વ્યાજખોરો સામે ગુનો નોંધાવાની તથા ધરપકડની પણ કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.