અમેરિકા મા જોવા મળ્યો કમા નો હમશકલ ! કિર્તીદાન સાથે ધુમ મચાવી દીધી જુઓ વિડીઓ

કીર્તીદાન ગઢવી અત્યારે કેનેડાની ટુર પર છે જેમાં કેનેડામાં 5 જગ્યાઓ પર રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં 15 ઓકટોબરે વિન્ડસરમાં કીર્તીદાન ગઢવીએ ગરબાની રમજત બોલાવીને કેનેડાના લોકોને જુમવા પર મજબૂર કરી દીધા હતા. અને સાથે જ આ પ્રોગ્રામમાં એક ખાસ સરપ્રાઇજ પણ આપી હતી અને તેમાં આપના સૌના જાણીતા કમાભાઇ એ ત્યાં હાજરી આપીને લોકોના દિલમાં જગ્યા બનાવી દીધી હતી. આ પ્રોગ્રામમાં સ્પેસિયલ અમેરિકાથી અમેરિકન કમો આવ્યો હતો. જ્યાં આ અમેરિકન કામો પણ ગુજરાતી કમાણી જેમ જ આબેહૂબ દેખાતો હતો જેને માહોલને રંગીન બનાવી દીધો હતો.

આ કામો પણ આકર્ષણ નું કેન્દ્ર બન્યો હતો અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ અમેરિકન કમા એ પુષ્પા સ્ટાઇલમાં  ડાન્સ કરીને દરેક લોકોને નાચવા પર મજબૂર કરી દીધા હતા.કેનેડામાં 15 મી ઓગસ્ટના રોજ વિન્ડસમ ખાતે કીર્તીદાન ગઢવીનો એક પ્રોગ્રામ યોજાયો હતો. આ પ્રોગ્રામનું આયોજન જય સરદાર ગ્રૂપ તેમજ સિધ્ધી એન્ટરતેનમેંટ  ઓર્ગેનાઇજાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેના આયોજક મનોજ પટેલ કે જે મૂળ કાલોલ ના છે જે હાલ કેનેડામાં રહે છે.અને તેમણે આ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. જેમાં કીર્તીદાન ગઢવી એ અમેરિકાથી ક્માને બોલાવ્યો હતો.

જેમ આપણે હાલમાં ગુજરાતનો ક્મો ધૂમ મચાવી રહ્યો છે તેમ જ આ અમેરિકન કમાએ પણ પોતાના ડાન્સ થી દરેક લોકના દિલ જીતી લીધા હતા.આ પ્રોગ્રામમાં અમેરિકાથી આવેલા કમા એ 1 કલાક આ પ્રોગ્રામ મા હાજરી આપી હતી. મુળ સુરતના બારડોલીના રહેવાસી સાગર મહેશભાઇ પટેલ જે વર્ષોથી અહી અમેરિકામા ઓકલાહોમા આવીને રહે છે અને તેઑ હેંડિકેપ છે અને બહહુ વધારે બોલી સકતા નથી તેઓ થોડું થોડું બોલે છે અને અમેરીકામાં કોઈ સંસ્થામાં રહે છે. જ્યારે તેઓ સ્ટેજ પર આવ્યો તો લોકોનો ઉત્સાહ વધી ગયો હતો.

અને આ અમેરિકન કમા પર ડોલરોનો વરસાદ કરી દેવામાં આવ્યો હતો. ગુજરાતમાં તો છેલ્લા ઘણાં સમયથી કોઈ પણ ડાયરા મા કમો નામ બહુ જ ચર્ચામાં જોવા મળે છે. સાથે જ કમો મોટી સેલિબ્રેટી માફક જ સ્ટાઇલમાં રોલ્સરોઈસ કારમાં એવી ગજબી એન્ટ્રી પાડે કે લોકો જોતાં રહી જાય છે.પહેલા ગામડામાં લઘરવઘર ફરતો ક્મો આજે એક સેલિબ્રિટીઓ બની ગયો છે. અને સૂટ બુટ મા એન્ટ્રી પાડે છે અને લોકો તેની સાથે સેલફી લેવા પડાપડી કરતાં હોય છે. કમા તરીકે જાણીતા આ વ્યક્તિ સુરેન્દ્રનગરના કોઠારીયા ગામના વાતની છે.

કમો કે જેનું પૂરું નામ  કમલેશ નરોતમભાઈ નકુમ છે. જે 26 વર્ષના છે. તેના પિતા એક ખેડૂત છે કમાને 2 મોટા ભાઈ છે જેમનું નામ સુરેશ અને સંજય છે. આ બંને ભાઈ લાદી ટાઇલ્સ નું કામ કરે છે. ક્મો તેના ગામમાં કોઠારિયામાં આવેલા શ્રી રામ રોટી અન્નક્ષેત્ર  આશ્રમમાં સેવાનું કામ કરેછે. કમા ની કિસ્મત થોડા સમય પહેલા જ ચમકી છે જેને કીર્તીદાન ગઢવીનો સ્પર્શ  થતાં આજે તે એક સેલિબ્રિટિ બની ગયો છે. આજે ક્માને મળવા માટે એપોઈંટમેંટ લેવી પડે છે. પરંતુ આજે તેમની આ કિર્તિ કોઠારિયાથી કેનેડા પહોચવા સુધીનું તમમા શ્રેય કિર્તિદાન ગઢવીને જાય છે. આજે કીર્તીદાન  ગઢવીના પ્ર્યસોથી એક નાનકડા ગામનો કમો ડાયરા અને નોરતા મા સ્ટેજની સાન બની ગયો છે. જેને ક્યારેય સ્ટેજ પર જવાનું નહીં વિચાર્યું હોય તે કમો આજે લોકોને પોતાના ડાંસથી દિવાના કરી રહ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *