લક્ષમીની પા પા પગલી! કપિલ શર્માએ શેર કરી તેની દીકરીની તસવીરો અને તેનું નામ જાણીને એના ફેન થઈ જશો…

ટેલિવિઝનનો ખૂબ જ જાણીતો,લોકપ્રિય અને કોમેડી શો “ધ કપિલ શર્મા” શો.જેનો શો જ એમની પહેચાન છે એવા ખૂબ જ સારા કોમેડિયન એવા કપિલ શર્માનું 2019નું વર્ષ ખૂબ સુખદ સાબિત થયું કેમ કે એમના લગ્નની ફર્સ્ટ Aniversary ના બે દિવસ પહેલા જ એમની પત્ની ચિત્રથે એક સુંદર દીકરીને જન્મ આપ્યો હતો..ચાલો જોઈએ એના કેટલાક ફોટા.

 

કપિલ શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની પુત્રીના બે ફોટા શેર કર્યા છે, જેમાં તે એક રાણી જેવી લાગી રહી છે. કપિલે એક ટ્વિટ કરીને તેના ચાહકોને તેની પુત્રી તેના ઘરે આવવાની છે તે અંગે માહિતી આપી હતી,ઉપરાંત આ અંગે ટેલિવિઝન અને ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલી ઘણી સેલિબ્રિટી એ આ અંગે તેમને Congratulation અને શુભેચ્છાઓ પાઠવી હતી.

 

 

 

 

 

 

 

15 જાન્યુઆરીએ બપોરે કપિલ શર્માએ એની દીકરીની પહેલી તસ્વીર સોશિયલ મીડિય પર લોકો સમક્ષ મૂકી હતી.જેમાં કપિલ તેની સફેદ કલરના ડ્રેસમાં પરી સમાન દીકરીને ખોળામાં બેસાડી હોય તેવા પોઝમાં જોવા મળ્યો હતો અને તે જ સમયે, ગિન્ની અને કપિલ બંને એમની આ લાડકવાયી દીકરીને જોઈને હસતા જોવા મળે છે,ત્યારે થાય કે તેઓ માઁ-બાપ બનીને કેટલી ખુશી અનુભવતા હશે ! અને આ સાથે સાથે તેણે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની પુત્રી અને પત્ની ગિન્ની સાથેના કેટલાક ફોટા શેર કર્યા હતા.

જોકે કપિલ શર્મા એક એક્ટર સાથે એક જવાબદાર પિતા તરીકેની ભૂમિકા પણ બેખૂબી રીતે નિભાવે છે..તેઓ તેમની પુત્રીના જન્મ બાદ થોડા સમય માટે પરિવાર સાથે સમય પસાર કરવા વેકેશન પર ગયા હતા.ત્યારબાદ એમને પાછા આવી તેમના શો નું શૂટિંગ ફરીથી શરૂ કર્યું હતું. જ્યારથી તેની દીકરીનો જન્મ થયો હતો ત્યારથી જ બધાના મોઢે એક જ પ્રશ્ન છે કે તેની દીકરી લનું નામ શું રાખ્યું છે?તો શેર કરેલી આ તસવીરોમાં કપિલે કેપશન દ્વારા પોતાના ફેન્સને જણાવ્યું હતું જેમાં એમની દીકરી નું નામ અનાયરા શર્મા રાખ્યું હતું જે એની જ જેવું કયૂટ અને અદભુત છે

જોકે આ બાબતથી કપિલ શર્માના ચાહકો ,સેલિબ્રિટી અને સમગ્ર પરિવાર ખૂબ જ ખુશ અને આનંદ અનુભવે છે..તમને આ નાનકડી પરીની તસવીરો કેવી લાગી એ અમને જરૂર જણાવશો..

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.