કપિરાજને પણ મોબાઈલનો ચસ્કો લાગી ગયો…ફોન પર ગીતો સાંભળ્યા…જુઓ આ વિડીયો

આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે ઘણા સમયથી સોશિયલ મીડિયાનો વ્યાપ દિવસેને દિવસે ખુબ વધતો જઈ રહ્યો છે એવામાં જો વાત કરવામાં આવે તો નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધીના તમામ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પોતાનો સમય કાઢતો હોય છે. એવામાં સોશિયલ મીડિયા પર રોજબરોજના ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે પણ હાલ જે વિડીયો સામે આવ્યો છે તેને જોઇને સૌ કોઈ આશ્ચયમાં મુકાયું છે, તો ચાલો તમને આ વિડીયો વિશે જણાવીએ.

પ્રાણીઓમાં જયારે આપણે બુદ્ધિ જોઈએ છીએ તો આપણને પણ આશ્ચય થાય છે કે આવું કઈ રીતે થઈ શકે છે, પણ વાંદરાને તો માણસનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે આથી કેહવાય છે કે વાંદરામાં થોડો ઘણો આપણી જવો મગજ પણ હોય છે ફક્ત તેને શીખવાનું હોય છે. એવામાં વાંદરા અને યુવક સાથે જોડાયેલ આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વિડીયો જોતા તો એવું લાગી રહ્યું છે કે આ યુવક અને વાંદરા વચ્ચે ઘણા સમયથી જાણે ગાઢ મિત્રતા ચાલી રહી હોય તેવું દેખાય આવે છે. વિડીયોમાં જોઈ શકાય છે કેયુવક પેહલા વાંદરાના કાનમાં કઈક કહે છે અને વાંદરો તેને ખુબ શાંતિથી સાંભળે છે અને યુવકના હામાં હા મેળવે છે. પછી યુવક વાંદરાને એક વિડીયો બતાવે છે જે વિડીયો વાંદરો ખુબ ધ્યાનથી જુએ છે, એટલું જ નહી તે પછી તેના હાથમાં ફોન લઈ લે છે અને વિડીયો જોવા લાગે છે.

આ વિડીયો જોઇને સૌ આશ્ચયમાં મુકાયું હશે કારણ કે વાંદરાએ ફોનમાં આટલી બધી દિલચસ્પી બતાવી જાણે તેને ફોનમાં બધી ખબર હશે. તમને જણાવી દઈએ કે આ વિડીયો ટ્વીટર પર @livesamvad નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો. આમ તો વાંદરા ઉછળ કુળ કરતા હોય છે પણ આ વાંદરો એવો નથી આ વાંદરો ખુબ શાંત સ્વભાવનો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *