કરીના કપૂરે પતિ સૈફ સાથે લંડનમાં ઉનાળુ વેકેશન ની રોમેન્ટિક ફોટો સેર કરી , જુવો તસ્વીરમાં કે…

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર હાલમાં પોતાના પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમુર તથા જહાંગીર અલી ખાન સાથે વેકેશન મનાવતી નજર આવી રહી છે. તેઓ લંડનમાં વેકેશન મનાવી રહ્યા છે. સૈફ અલીખાન તો સોશિયલ મીડિયા માં એકટીવ નથી પરંતુ કરીના કપૂર ખાન પોતાના આ વેકેશન ના ફોટો શેર કરી પોતાના ફેંસ ને અપડેટ આપી રહી છે. હાલમાં  જ આ એક્ટ્રેસ એ પતિ ની સાથે ની રોમાન્ટિક ફોટો સેર કરી છે. તો ચાલો જોઈએ આવી ખાસ તસ્વીરો.

ફિલ્મ ‘ટશન ’ ના સેટ પર કરીના કપૂર અને સૈફ અલી ખાન બંને  આ ફિલ્મ દરમ્યાન પ્રેમમાં પડ્યા હતા અને ૨૦૧૨ માં તેઓએ લગ્ન કર્યા હતા. અને ત્યાર થી જ ઇન્ડસ્ટ્રીની આ રોયલ જોડી પોતાના સબંધો ને કારણે ફેંસ ને અવાર નવાર પોતાના દીવાના બનાવી રહ્યા છે. તેમના દીકરા તૈમુર અને જહાંગીર બંને પણ પોતાના માતા પિતા ની જેમ જ અવાર નવાર સોશિયલ મીડિયા પર દેખાતા હોય છે. જયારે પણ સમય મળે છે ત્યારે આ ક્યુટ પરિવાર વેકેશન માટે જતું હોય છે. કરીના અને સૈફ ની મનપસંદ જગ્યા લંડન છે. અને લગભગ ૨ વર્ષ પછી તેઓ વેકેશન મનાવવા ગયા છે. હવે એક્ટ્રેસ કરીના પતિ ની સાથે રોમેન્ટિક મોમેન્ટ સેર કરતી નજર આવી છે.

વાસ્તવમાં કરીના કપૂર એ ૩ જુલાઈ ૨૦૨૨ એ પોતાની ઇન્સ્ત્રાગ્રામ આઈડી પર લંડનની થોડી ખાસ તસ્વીરો શેર કરી છે. પહેલા ફોટોમાં કરીના સેલ્ફી લઇ રહી છે અને સૈફ અજીબ રીતે પોતાનું મો કરી રહ્યો છે. ત્યાં જ બીજી ફોટો માં એક્ટર સૈફ અલી ખાન પોતાની બેબો એટલે કે કરીના કપૂર ને પ્રેમ કરતો નજર આવે છે. અને છેલ્લી ફોટોમાં કરીના એકલી જોવા મળી છે બંને એ શિયાળાના કપડા પહેરેલા જોવા મળ્યા છે જેમાં તે બંને ખુબ જ સરસ લાગી રહ્યા છે.  આ તસ્વીરો ને શેર કરતા કરીના એ જણાવ્યું કે તે ઇંગ્લેન્ડ માં કેવું ઉનાળુ વેકશન માનવી રહી છે. અને તેણે કેપ્શનમાં “લખ્યું છે કે, સમુદ્રી તટ પર એક જેકેટ અને એક પ્રેમ.. ઈંગ્લીશ ચેનલ સુ ઈંગ્લેન્ડમાં પણ આમ ઉનાળુ વેકેશન હોય છે?”

ગયા દિવસે એટલે કે ૨ જુલાઈ ૨૦૨૨ એ કરીના એ પોતાના દીકરા જેહ ( જહાંગીર) સાથે એક ખુબ જ સરસ તસ્વીર ઇન્સ્ત્રા પર શેર કરી છે . આ ફોટોમાં કરીના પોતાના લાડલા જેહ ને તેડી ને ઉભી છે અને તેનો દીકરો આકાશ  ની સામે ના ઇન્દ્રધનુષ ને જોઈ ને તેની તરફ ઈશારો કરી રહ્યો છે. આ પ્યારિ તસ્વીર ની સાથે કરીના એ કેપ્શન માં લખ્યું છે કે “સુ આપણે આમ જ હમેશા માટે ઇન્દ્રધનુષ ની નીચે ગળે લાગી ને ઉભા રહી સક્યે? કેમ કે આનાથી વધારે બીજું હું કઈ નથી માંગતી અને ના તો આનાથી વધારે કઈ માંગું છુ મારો જેહ દીકરો #SUMMER૨૦૨૨.”

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *