હવામાન વિભાગે કરી મોટી અગાહી અગામી 5 દિવસોમાં ગુજરાતના આ જિલ્લાઓમાઁ પડશે ભરેથી અતિભારે વરસાદ…જાણો આગાહી

રાજ્યમાં હાલ ચોમસું બેસું ગયું છે અને ઘણા રાજ્યોમાં વરસાદ ખુબજ વરસી રહ્યો છે. તેવામાં કાળઝાળ ગરમી થી ત્રાસી ગયેલા લોકો ને રાહત મળી છે. તેમજ ખેડૂતોના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા છે. અને તેવાંમાં હાલ હવામાન વિભાગે વરસાદને લઇ હૈયા ને ટાઢક લાગે તેવી અગાહી કરી છે.ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગીર-સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા જિલ્લો વરસાદને કારણે જળ બંબાકાર થઈ ગયો છે.

દક્ષિણ ગુજરાત માં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે. એકંદરે એવું કહી શકાય કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 175 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમજ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદને લઈને આગાહી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. પાંચેય દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. પાંચ દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.

7 જુલાઈ એટલે કે આજના દિવસની વાત કરીએ તો નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, સુરત, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. તેમજ 8 જુલાઈ એટલેકે આવતી કાલે પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, તાપી, સુરતમાં ભારે વરસાદની આગાહી.

આ સાથે 9 જુલાઈ ત્રીજા દિવસે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી. તેમજ તે પછીના દિવસે 10 જુલાઈએ ગીર-સોમનાથ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. રાજકોટ, પોરબંદર, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

5માઁ દિવસે 11 જુલાઈની વાત કરીર તો આ દિવસે કચ્છમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ડાંગ, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. રાજકોટ, પોરબંદર, ભરૂચ, તાપી અને સુરતમાં ભારે વરસાદની આગાહી છે. આમ ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગહી કરવામાં આવી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *