કરિયર પૂરું થયું છતાં પણ કરિશ્મા જીવે છે હાઈ-ફાઈ જિંદગી, જાણો કોણ ઉઠાવે છે બાળકોનો ખર્ચ

ભારતીય સિનેમા જગતમાં સૌથી વધુ અભિનેતા/ અભિનેત્રી તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોઈ કોઈ એકજ પરિવારનું નામ લેવામાં આવે તો એ સપુર ખાનદાનનું નામ પ્રથમ નંબર પાર આવે. આ કપૂર ખાનદાનની એક બહુજ સુંદર અભિનત્રી એટલે કરિશ્મા કપૂર.રણધીર કપૂર અને બબીતાની પુત્રી, કરિશ્મા એ ૯૦ના દાયકામાં ઘણી હિટ ફિલ્મો આપી હતી અને દર્શકોના દિલમાં એક સ્થાન બનાવ્યું હતું અને બહુ સારા અભિનય દ્વારા હિટ ફિલ્મો આપી હતી.

ત્યારબાદ તેનીના લગ્ન સંજય કપૂર સાથે થયા અને તે પોતાના લગ્નજીવનમાં વ્યસ્ત થઇ ગઈ હતી પરંતુ લગ્ન ના થોડા જ વર્ષો બાદ તે સંજય કપૂરને છોડીને દિલ્હી થી મુંબઈ આવી ગઈ સાથે તે તેના બંને બાળકોને પણ મુંબઈ લઈને આવી.હાલમાં તે પોતાના બાળકો સાથે એકલી રહે છે ત્યારે સવાલ એ થાય છે કે તે પોતાનો તથા બાળકોનો ખર્ચ કઈ રીતે ઉઠાવે છે કારણ કે તેણે ફિલ્મી દુનિયા છોડી દિધી છે. જો કે હાલમાં તેણે એક વેબ સિરીઝમાં અને જાહેરાતોમાં કામ કર્યું છે પરંતુ આટલી કમાણી પર્યાપ્ત નથી આથી તેનો તમામ ખર્ચ સંજય કપૂર ઉઠાવે છે.

સંજય – કરિશ્માના છુટ્ટાછેડા બોલીવુડના સૌથી મોંઘા છુટ્ટાછેડા કહેવામાં આવે છે કારણ કે કરિશ્મા એ ભરણપોષણ પેટે બહુ મોટી રકમ લીધી હતી.કરિશ્મા તેના ૨ બાળકો સાથે ખારના ફ્લેટમાં રહે છે જે તેને સંજય દ્વારા આપવામાં આવ્યો છે તથા બંને બાળકોના નામે ૧૪ કરોડના બોન્ડ ખરીદ્યા છે જેનું વ્યાજ મહિને ૧૦ લાખ આવે છે જે કરિશ્માને મળે છે તથા બાળકોનો અભ્યાસ ખર્ચ પણ તેના પિતા જ ઉપાડે છે.બાળકોના તેમના પિતા સાથે સારા સંબંધો છે. વેકેશનમાં તેઓ પિતા સાથે વિદેશ પ્રવાસે જાય છે તથા પિતાના ઘરે દિલ્હી પણ જાય છે તેવીજ રીતે સંજય કપૂર પણ પોતાના બાળકોને મળવા મુંબઈ આવે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *