કરોગે યાદ તો હર બાત યાદ આયેગી’ ગીત ગાનાર ભૂપિંદર સિંહનું 82 વર્ષની વયે અવસાન, બોલિવૂડ થયું શોકમાં મગન

હાલમાં જ બોલિવૂડ ના મશહૂર સિંગર ભુપિંદર સિંહનું ૮૨ વર્ષની વયે નિધન થઈ ગયું.આ વાત ની જાણકારી તેમના પત્ની અને સિંગર મિતાલી સિંહ એ આપી હતી. મિતાલી એ જણાવ્યુ હતું કે સોમવારે ૧૮ જુલાઇના રોજ સાંજે ભૂપિંદર સિંહ એ પોતાના છેલ્લા શ્વાસ મુંબઈ માં લીધા હતા . ભૂપિંદર સિંહ ના ગયા પછી બોલિવુડમાં શાંતિનો માહોલ ઉભો થયો હતો. અને ફેન્સ માં પણ ઉદાસી છવાઈ ગઈ હતી.


ભૂપિંદર સિંહ એ અનેક ફિલ્મોમાં ગીત ગાયા હતા અને તે ગીતો મશહૂર પણ થયા હતા. ભૂપિંદર સિંહ એ સત્તે પે સત્તા, મૌસમ, આહિસ્તા આહિસ્તા, દુરિયા, હકીકત જેવી અનેક ફિલ્મોના ગીતો ગાયા હતા.જેમાં તેમને પોતાના આવાજ આપ્યો હતો.અને તેમાં ફેમસ થયેલ ગીતોમાં મેરા રંગદે બસંતી ચોલા, નામ ગુમ જાયેગા, પ્યાર હમે કિસ મોડ પે લે આયા, હુઝુર ઇસ કદર, એક અકેલા ઇસ સહર મે, જિંદગી મિલ્કે બિતાયેગે, બિતીના બિતાઈ રૈન જેવા ગીતો સામેલ છે.


ભૂપીંદર સિંહ એક બોલીવુડ ના પ્લેબેક સિંગર હોવાની સાથે એક સારા ગઝલકાર તરીકે પણ ઓળખાતા હતા. ભુપિંદર સિંહ નો જન્મ ૬ ફેબ્રુઆરી ૧૯૪૦ ના રોજ પંજાબના અમૃતસર માં થયો હતો. તેમના પિતા પ્રોફેસર નાથ સિંહજી પ્રશિક્ષિત ગાયક હતા.પિતાએ જ ભૂપિદર સિંહને ગાવાની તાલીમ આપી હતી.તેમના પિતા ખૂબ કડક શિક્ષક હતા. આથી ભૂપિન્દર સિંહ એક સમયે સંગીત અને તેના વાદ્યોને નફરત કરતા હતા.

પોતાના કરિયરની શરૂઆત ના સમયમાં ભૂપીદર સિંહ દિલ્લી ના ઓલ ઇન્ડિયા રેડિયોમાં પર્ફોર્મ કરતા હતા. તેમણે ગિટાર અને વાયોલિન વગાડવાની પણ તાલીમ મેળવી હતી. ૧૯૬૨ માં મ્યુઝિક ડાયરેક્ટર મદન મોહન AIR ના પ્રોડ્યુસર સતીશ ભાટિયા સાથે ડીનર પાર્ટી કરતા હતા ત્યારે તેમણે ભૂપિંદર સિંહ ને ગાતા સાંભળ્યા. ત્યાર પછી તેમણે ભૂપિંદર સિંહ ને મુંબઇ બોલાવ્યા. તેમને અને મહોમદ રફી, તળત મહમૂદ અને મુન્ના ડે ની સાથે ‘હોકે મજબૂર ઉસને મુજે બુલાયા હોગા ‘ ગીત ગાવાનો મોકો મળ્યો.ફિલ્મ હકીકત ના આ ગીત ને લોકોએ બહુ જ ગમ્યું.

૧૯૮૦ ના મધ્ય માં ભૂપિંદર સિંહ એ મિતાલી મુખર્જી સાથે લગ્ન કર્યા .મિતાલી બાંગ્લાદેશ ની સિંગર છે . આ બંને કપલે સાથે અનેક ગીતો અને ગઝલો ગાઈ અને સાથે ઘણા લાઇવ પરફોર્મન્સ પણ આપ્યા.બંને ને એક દીકરો છે જેનું નામ નિહાલ સિહ છે અને તે એક મયુઝીસિયન છે.તેમના પત્ની મિતાલી સિંહ એ એક ઇન્ટવ્યૂમાં જણાવ્યુ હતું કે ભૂપિંદર સ્વાસ્થ્ય સામે લડી રહ્યા છે. તેમને ઘણી હેલ્થ પ્રોબ્લેમ હતી જેમાં યુરીનરી તકલીફો પણ હતી. અત્યારે તો ભૂપિંદર ની અંતિમ સંસ્કાર ની તૈયારી કરવામાં આવી રહી છે.આવા મશહૂર સિંગર ના મૃત્યુ થી તેમના ફેન્સ માં પણ ઉદાસી જોવા મળી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.