કેટરીના કૈફે પતિ વિકી કૌશલ સાથે ઉજવી પ્રથમ કરવાચોથ, ગુલાબી સાડીમાં અપ્સરા જેવી દેખાઈ કેટરીના , જુવો તસ્વીરો
બોલિવુડના રોમેન્ટીક કપલ માં હવે કેટરીના કેફ અને વિકી કૌશલનો પણ સમાવેશ થાય છે. આ વર્ષે જ તેમને લગ્નના બંધનમાં બંધઈને નવા જીવનની શરૂઆત કરી છે ત્યારે તેમના માટે દરેક તહેવાર ખાસ હોય તે સ્વાભાવિક બાબત ગણાય છે. બોલિવૂડનું આ પાવર કપલ કેટરીના કૈફ અને વિક્કી કૌશલ પોતાની બંને વચ્ચેની શાનદાર કેમિસ્ત્રીનાં કારણે ઓળખાય છે. બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના બહુ જ વ્યસ્ત કપલ ગણાય છે પરતું આમ છતાં બંને એકબીજા માટે ટાઈમ ગોતી લે છે અને સાથે ફેમિલીને પણ સમય આપતા હોય છે. હાલમાં કરવાચૌથ નો તહેવાર હતો કે જે કેટરીના કૈફના લગ્ન પછીનો પહેલો તહેવાર ગણી સકાય છે.
આથી તેઓ આ તહેવારને ખાસ બનાવે તે સ્વાભાવિક બાબત ગણાય છે. તમને જાણકારી આપી દઈએ કે વિક્કી અને કેટરીનાના લગ્ન ડિસેમ્બર 2021માં બહુ જ ભવ્ય લગ્ન કર્યા હતા. 9 ડિસેમ્બર 2021 ના રોજ તે બંનેના લગ્નની પહેલી જલક જોવા મળી હતી જેનાથી તેમના ચાહકો બહુ જ ખુશ થયા હતા. અને દરેક ફેંસના દીલને આકર્ષી લીધું હતું. દિજાઈનર સ્વયસાચી મુખરજીના લાલ રંગના લહેંઘા અને ઘરેણાં સાથે કેટરીના કૈફ બહુ જ સુંન્દર લાગી રહી હતી. ત્યાં જ આઇવરી કલરની સેરવાની માં વિક્કી કૌશલ રાજકુમાર લાગી રહ્યો હતો.
13 ઓક્ટોબર 2022 ના રોજ કેટરીના કૈફે તેની પહેલા કરવાચોથની તસ્વીરો સોશિયલ મીડિયાના ઇન્સત્રાગ્રામ પર પોસ્ટ કરી હતી. જે તસવીરોમાં અભિનેત્રી કેટરીના કેફ રાની પિન્ક કલરની સાડી પહેરેલી જોવા મળી હતી અને તેની સાથે તેણે કોંસ્ટ્રાસ્ટ મેચિંગ ફ્લોવર પ્રિન્ટ બ્લાઉજ ની જોડી બનાવી હતી. સાથે જ પોતાના લૂકને પરફેક્ટ બનાવવા માટે તેણે ચૂડો, મંગલસૂત્ર અને બિંદી થી લૂકને ચારચંદ કર્યો હતો.
ત્યાં જ વિક્કી કૌશલ પિચ કલરના કુર્તા માં હેન્ડસમ લાગી રહ્યો હતો. પોસ્ટની નીચે એક્ટ્રેસે લખ્યું હતું કે પહેલું કરવાચોથ .આની પહેલા ગણેશ ચતુર્થી ના અવસર પર વિક્કી કૌશલ અને કેટરીના કૈફ અર્પિતા ખાનના ઘરે ગણપતિ સમારોહમાં સામિલ થયા હતા. તે સમયે કેટરીના કેફે પીળા રંગના શરારા પહેર્યા હતા જેમાં તે બહુ જ સુંદર લાગી રહી હતી. ત્યાં જ પીળા રંગના મેચિંગ કુર્તા સાથે વિક્કી કૌશલ બેસ્ટ કપલ દેખાઈ રહ્યું હતું. ગણેશ ઉત્સવમાં બંને કપલ હાથમાં હાથ પકડેલા જોવા મળ્યા હતા.
View this post on Instagram