ખજુરભાઈ અને કીંજલ દવે વચ્ચે હવે આ ખાસ સબંધ બંધાયો ! ખજુરભાઈ એ ખુદ જણાવ્યું કે હવે તે..

કહેવાય છેને કે, ઈશ્વર ક્યારે કોની સાથે કયો સંબંધ બાંધી દે કોઈ નથી જાણતું. હાલમાં જ ગુજરાતના કર્ણ સમાન દાનવીર ખજૂરભાઈ અને લોકપ્રિય ગાયિકા કિંજલ દવેને એક અતૂટ સંબંધ બંધાયો છે. આ સંબંધની જાણ તેમણે સોશિયલ મીડીયા દ્વારા કરી છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, બંને કલાકાર હોવાને કારણે એક મિત્રતાનો સંબંધ તો હતો જ પરંતુ હવે એક ખાસ સંબંધ બંધાયો છે, જે ખૂબ ખાસ છે. ચાલો અમે આપને આ ખાસ સંબંધ વિશે વિગતવાર જણાવી.

હાલમાં જ સોશિયલ મીડિયા પર ખજૂરભાઈએ કિંજલ દવે સાથેની તસ્વીરો પોસ્ટ કરી છે અને આ તસવીરોમાં કિંજલ અને ખજૂરભાઈનો પ્રેમ અને હસી-મજાજ તમે જોઈ શકો છો તમને જણાવી દઈએ કે, આ તસવીરો પોસ્ટ કરવાનું કારણ એ છે કે, કિંજલ દવેએ પોતાના પિતા લલીત દવે અને ભાઈ આકાશ સાથે ખજૂરભાઈના ઘરની મુલાકાત લીધી હતી.

આ યાદગાર પળ વિશે ખજૂરભાઈએ પોતના ચાહકોને જણાવી છે. ખજૂરભાઈએ સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કરીને કેપ્શન લખ્યું છે કે, મારી બહેન કિંજલએ તેમના પરિવાર સાથે મારા ઘરે અને હવે મારી બહેન મારી સાળી પણ છે. જેથી હવે ચોક્કસ કહી શકાય કે, ખજૂરભાઈ અને કિંજલ દવેને જીજાજી અને સાળીનો અતૂટ સંબંધ છે અને આપણે જાણીએ કે આ સંબંધ ખૂબ જ પ્રેમાળ અને હસમુખો હોય છે.

હવે તમે વિચારશો કે ખજૂરભાઈ અને કિંજલ દવે વચ્ચે જીજાજી અને સાળીનો સંબંધ કઇ રીતે ? તમને જણાવી દઇએ કે, હાલમાં જ ખજૂરભાઈએ મીનાક્ષી દવે સાથે સગાઈ કરી છે, જેથી કિંજલ દવે અને મીનાક્ષી દવે બને કુંટુંબી બહેનો હોવાથી કિંજલ હવે ખજૂર ભાઈની સાળી પણ બની ગઈ છે.

અને ખજૂરભાઈએ પોસ્ટ કરેલ તસવીરોમાં જોઈ શકો છો કે, ખજૂરભાઈ અને કિંજલ દવે બંને એકબીજાને પગે પણ લાગી રહ્યા છે અને સાથોસાથ બંને ખૂબ જ ખુશ પણ દેખાય રહ્યા છે. આ તસવીરો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને સૌ ચાહકો પણ વખાણ કરી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *