ગરીબ પરિવારના માટે દેવદૂત બન્યા ખજુરભાઈ ! ફરી એક ગરીબ ને બનાવી આપ્યું મકાન અને…

દરેક લોકો ખાજુરભાઈ ને જાણતા જ હશે ખજુરભાઈ તેમના દરિયાદિલી ના કારણે બહુ પ્રખ્યાત થઇ રહ્યા છે. ખજુરભાઈ ને ગરીબો અને જરૂરિયાતમંદ લોકોના મસીહા તરીકે ઓળખવામાં છે.  ખજુરભાઈ અવાર નવાર લોકો ની મદદ કરી ચર્ચામાં જોવા મળતા હોય છે. ખજુરભાઈ એ અત્યાર સુધી ઘણા અસહાય અને ગરીબ જરૂરીયાતમંદ લોકોની મદદ કરી માનવતા મહેકાવી છે. ખજુરભાઈ એ છેલ્લા ૨ વર્ષમાં પોતાના ખીચાના કરોડો રૂપિયા આવા ગરીબ અને જરૂરિયાત મંદ લોકો પાછળ ખર્ચ્યા છે. અને તેમના માટે દેવદૂત બન્યા છે. ખજુરભાઈ એ અત્યારસુધી ૨૦૦ કરતા પણ  વધારે લોકો ને ઘર બનાવી આપ્યા છે. અને આવું નેક કામ કરતા જોવા મળ્યા છે.

ગરીબ પરિવારના લોકો ના માટે અત્યારે ખજુરભાઈ દેવદૂત બનીને આવતા જોવા મળ્યા છે જેમને અનેક ગરીબ લોકો ને રહેવા માટે ઘર તો  કેટલાક લોકો ને જીવન જરૂરી વસ્તુઓ પૂરી પડી રહ્યા છે અને આવી અનોખી સેવા આપી રહ્યા છે. આજે ખજુરભાઈ એ દરેક ગરીબ લોકો ના દિલમાં એક અલગ જ સ્થાન મેળવ્યું છે. આજે પાછા ખજુરભાઈ ચર્ચામાં આવ્યા છે તેનું કારણ તેમણે કરેલી નિર્સ્વાર્થ સેવા છે જેમને એક ગરીબ પરિવારની જરૂરિયાત પૂરી કરી છે ને જયારે એક પરિવારને રહેવા માટે ઘર બનાવી આપ્યું છે. એક પરિવારમાં રહેતા દાદા, દાદી અને તેમની દીકરી પાસે રહેવા માટે સરખું ઘર પણ નથી ત્યારે એક મહિના પહેલા જ દાદા નું નિધન થયું હતું.

આથી આ ઘરમાં કમાઈ આપનાર કોઈ વ્યક્તિ રહ્યું નહોતું . જયારે આ વાતની જાણ ખજુરભાઈ ને થઇ તો ખજુરભાઈ તે ઘરની મુલાકાત લેવા આવી પહોચ્યા અને તેમણે રહવા માટે ઘર ની સાથે કરિયાણું પહોચાડવાની પણ જવાબદારી લીધી. આની સાથે જ દીકરીને અભ્યાસ કરવા ખજુરભાઈ એ જણાવ્યું હતું. દાદી એ જણાવ્યું કે આજુ બાજુ ના ઘરના લોકો ની દીવાલ નો ઉપયોગ કરી જયારે અમે પતરા નાખી નીચે રહેતા હતા ત્યારે દાદી એ તેમના પરિવારની મદદ કરવા માટે અનેક લોકો ને વિનંતી કરી હતી પરંતુ કોઈ તેમના પરિવારની મદદ કરવા આવ્યું નહિ.

જયારે તેમણે ઘર બનાવું હતું ત્યારે ખજુરભાઈ તેમના ઘર બનાવવા માટે આગળ આવ્યા હતા અને આ દાદી ની તમામ તકલીફો દુર કરવા માટે જાણે કોઈ ભગવાન જ આવી પહોચ્યા હોય એમ જણાઈ રહ્યું હતું. જયારે આ દાદી રડતા હતા ત્યારે ખજુરભાઈ જ તેમને  શાંત પાડીને ખુશ કરી દીધા હતા. આ એક દાદી જ નહિ આવા તો અનેક ગરીબ અને જરૂરિયાત ધરાવતા લોકો ને ખજુરભાઈ મદદ કરવા માટે પહોચી જાય છે. જયારે ઉનાળાની ગરમીમાં ખજુરભાઈ એ બીમાર લોકો ને કુલર પણ આપ્યા હતા. આજે અનેક નાના મોટા લોકો ખજુરભાઈ ને ગરીબોના મસીહા કહી રહ્યા છે. અને આવા તમામ લોકો ખજુરભાઈ ને સલામી આપી રહ્યા છે જે આવા નેક કામ કરવા સૌથી  પહેલા આગળ આવી ભાઈ કે દીકરા બની ઉભા જોવા મળે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *