ગરીબોના મસીહા ખજૂરભાઈએ વધુ એક કમાલ કરી! ટોલ ટેક્સ પાસેના બધા જ ફેરિયાઓ પાસેથી નાસ્તો ખરીદી તેઓના ચેહરા પર ખુશીઓ લાવી દીધી…

જેમ તમે જાણોજ છો કે આ દુનિયામાં અમુક એવા પણ લોકો હોઈ છે જે લોકોની મદદ માટે ભગવાન બની આવી પડતા હોઈ છે. ઘણી વખત જો કોઈ વ્યક્તિ અમુક ખુબજ અઘરી મુશ્કેલીમાં પડી હતો હોઈ છે ત્યારે તેની મદદ કરવા માટે ભગવાન બની લોકો આવી પહોંચતા હોઈ છે. આ દુનિયામાં પૈસા તો ઘણા લોકો પાસે છે, પણ એને આપવાનું કાળજું અમુક લોકો પાસે જ હોય છે, એમાંથી એક એટલે નીતિન જાની એટલે કે ખજૂરભાઈ. ચાલો તમને તેના નવા એક મદદના કાર્યને જણાવીએ જાણીને તમારી આંખો માંથી પણ આંશુ સરી પડશે.

વાત કરીએ તો ખજુરભાઇ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેમના વીડિયો પણ શેર કરતા રહે છે, જેમાં તેમના સેવાકીય કામોની ઝાંખી જોવા મળતી હોય છે. તેમના સેવાકીય કામોને લોકો બિરદાવતા પણ હોય છે. અત્યાર સુધી નીતિન જાનીએ ઘણા લોકોની મદદ કરી છે, અને ગરીબ તેમજ રસ્તા ઉપર લારી લઇને કે હાથમાં સામાન લઇને વેચતા લોકો પાસેથી સામાન ખરીદતા જોવા મળતા હોય છે.

આમ હાલમાંજ તેમણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ટોલ ટેક્સ પાસે રસ્તા ઉપર ઉભા રહીને સામાન વેંચતા લોકો પાસેથી સામાન ખરીદતા જોવા મળે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નીતિન જાનીએ ટોલ ટેક્સ ઉપર સીંગ અને ચીક્કી લઇને ઉભા રહેલા ફેરિયાને બોલાવ્યા. તેમને એક બે નહિ પરંતુ ત્યાં જેટલા લોકો સીંગ અને ચીક્કી વેચી રહ્યા હતા તે બધાને બોલાવ્યા. તેમજ નીતિન જાની બધા પાસે એક બે પેકેટ લઇ લેતા તો પણ તેમની મદદ થઇ જતી, પરંતુ તેમને એ બધા જ ફેરિયાઓ પાસેથી બધો જ સામાન ખરીદી લીધો અને તેમના ચહેરા ઉપર એક ખુશી લાવી દીધી. નીતિન જાનીએ આ બધા જ ફેરિયાઓ પાસેથી સામાન ખરીદતા તેમના ચહેરા ઉપર પણ ખુશીઓ આવી ગઇ હતી.

આમ આ વીડિયો શેર કરવાની સાથે નીતિન જાનીએ કેપ્શન આપ્યું છે કે “ટોલ નાકા ઉપર સામાન વેચનારા પાસેથી કઇ ખરીદી લો. બહુ મહેનત કરે છે.” તેમનો આ વીડિયો પોસ્ટ થવાની સાથે જ ખુબ જ વાયરલ પણ થઇ ગયો અને કોમેન્ટમાં લોકો પણ તેમના આ લિ જીતી લેનારા કાર્ય માટે તેમના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. ઘણા લોકોએ કોમેન્ટ કરીને નીતિન જાનીને સાક્ષાત ભગવાન પણ ગણાવ્યા છે, તો ઘણા લોકોએ તેમની આ સુંદર કામગીરી માટે તેમનો આભાર પણ વ્યક્ત કર્યો છે, ખજુરભાઇએ આ વીડિયો તેમના તમામ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે. જેમાં તે બધા જ ફેરિયાઓ પાસેથી સીંગ અને ચીક્કીના પેકેટ લઇને ગાડીમાં મુકતા જોવા મળે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *