ગરીબોના મસીહા ખજુરભાઈ એ વધુ એક કમાલ કરી ! રસ્તા પર ડોડા વેંચતા વૃદ્ધને કંઈક આ રીતે મદદ કરી કર્યા ખુશ…

જેમ તમે જાણોજ છો કે આ દુનિયામાં અમુક એવા પણ લોકો હોઈ છે જે લોકોની મદદ માટે ભગવાન બની આવી પડતા હોઈ છે. ઘણી વખત જો કોઈ વ્યક્તિ અમુક ખુબજ અઘરી મુશ્કેલીમાં પડી હતો હોઈ છે ત્યારે તેની મદદ કરવા માટે ભગવાન બની લોકો આવી પહોંચતા હોઈ છે. આ દુનિયામાં પૈસા તો ઘણા લોકો પાસે છે, પણ એને આપવાનું કાળજું અમુક લોકો પાસે જ હોય છે, એમાંથી એક એટલે નીતિન જાની એટલે કે ખજૂરભાઈ. ચાલો તમને તેના નવા એક મદદના કાર્યને જણાવીએ જાણીને તમારી આંખો માંથી પણ આંશુ સરી પડશે.

આ વીડિયો ખુદ નીતિન જાનીએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જેમાં એક વૃદ્ધ માણસ રસ્તા પર મકાઈના ગોળા વેચતો જોવા મળે છે. ખજુરભાઈની કાર ત્યાં જ ઉભી રહે છે. જ્યારે ખજૂર ભાઈ ભાવ પૂછે છે, ત્યારે વૃદ્ધ વ્યક્તિ 40 રૂપિયા પ્રતિ કિલો કહે છે. ખજુરભાઈ કહે ઓછું કરો.’ ‘તમે કેટલું લેવા માંગો છો,’ વૃદ્ધ માણસ પૂછે છે. ખજુરભાઈ કહે તમારી પાસે કેટલા છે. વૃદ્ધ કહે ચાર કિલો. ખજુરભાઈ કહે 4 કિલોના કેટલા રૂપિયા. વૃદ્ધે કહ્યું 160 રૂપિયા, 10 ઓછા આપો. 150 રૂપિયા આપો.

વધુમાં ખજૂરભાઈ પૂછે કે અમેરીકન મકાઈ છે કે દેશી. વૃદ્ધ કહે દેશી છે. ખજૂરભાઇ કહે છે મને દેશી જ ભાવે છે. વૃદ્ધ મકાઈના ડોડા ખજૂરભાઇને આપે છે. પછી ખજૂરભાઈ પૂછે છે કે કેટલા રૂપિયા આપવાના. વૃદ્ધ કહે છે કે આપણે વાત તો થઈ. હું 10 રૂપિયા ખોટ ખાયને આપું છું, તમે કંઈ ખોટ નથી ખાતા. ત્યાં જ ખજૂરભાઈ 100 રૂપિયાની નોટનું મોટું બંડલ હાથમાં મૂકે છે. અને વૃદ્ધની આંખોમાં ખુશીની લહેર આવી જઈ છે.

નોટનું બંડલ જોઈન વૃદ્ધ ભાવુક અને ગદગાદત થઇ જાય છે. ખજૂરભાઈ પૂછે છે બરોબર છે ને. વૃદ્ધ કહે હા બરોબર છે. ખજૂરભાઈ કહે છે ગણી લો. વૃદ્ધ કહે છે ભગવાન ગણ છે તમે કહો એમ. પછી ખજૂરભાઈ પૂછે કે ઘરે જઈને શું કરશો. તો વૃદ્ધ કહે છે કંઈ નહીં ખાય પીને સૂઈ જઈશ. ખજૂરભાઈ કહે છે ચાલો જય માતાજી. વૃદ્ધ કહે છે ભગવાન તમારું ભલ કરે અને કંઈ તકલીફ થઈ હોય તો માફ કરજો સોં જન્મે છે અને નીતિનભાઈ ત્યાંથી આગળ વધે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *