ખજૂરભાઈએ એવા લોકોને દુબઈ પ્રવાસ કરાવ્યો જે જાણીને તમને સલામ કરવાનું મન થશે..જાણો આખી વાત…
આજના સોશિયલ મીડિયાના જમાનામાં કેટલાક લોકો પોતાના ઉમદા કાર્યોથી તો કેટલાક પોતાની કલાને કારણે સફળતા મેળવી તો સાથ સાથે લોકચાહના પણ મેળવી છે પરંતુ આ બંને પાસાઓ એવા છે જેમાં જો વ્યક્તિને અભિમાન આવી જાય તો ઘણી મુશ્કેલી પડે છે આવા સમયે સંપત્તિ અને માન-સન્માન સાથે ટકી રહેવું અને સાદાઈપૂર્વક જીવન જીવવું એ જ બહુ મોટી વાત છે એવામાં આપણા ગુજરાતના સૌને હસાવતા એવા કોમેડી કિંગ ખજૂરભાઈનું આજકાલ સૌના મોઢે સાંભળવા મળે છે કેમ કે એમણે કરેલ ઉમદા કાર્યો આજે સૌ ગુજરાતીના હ્રદયમાં વસી ગયા છે એવામાં એમના કળા અને વ્યક્તિત્વ એ એક અલગ જ છાપ છોડી જેનો આજે સૌ કોઈને ગર્વ થાય છે,અને આજે કેટલીક વાતો તમને જણાવીશું જેનાથી આ ગર્વ તમને વધી જશે….તો જુઓ આ ખજુરભાઈ એ કરેલ આ અત્યંત પ્રશંસનીય કાર્ય…
કેટલીક મળેલ માહિતી પર જોઈએ તો ખજૂરભાઈ હાલ દુબઈના પ્રવાસે ગયા છે…આ સાંભળીને તમને એમ થશે કે કોઈ સેલીબ્રીટી માટે આ તો સામાન્ય બાબત છે…તો તમે આ બાબતમાં ખોટા છુઓ…આ દુબઈ પ્રવાસમાં ખજૂરભાઈ એમની સાથે એવા વ્યક્તિઓણે લઇ ગયા છે જેમને ગુજરાત બહારના પણ સ્થળો ફર્યા નહી હોય એવામાં ખજૂરભાઈએ એ લોકોને દુબઈ તેમજ અન્ય વિદેશમાં પણ સફર કરાવવાનું નક્કી કર્યું છે..આ સભ્યોમાં બે વરિષ્ઠ લોકો છે જેમાં એક વૃદ્ધ બાપા પણ છે જેમના માટે આ દુબઈ સફર યાદગાર યાત્રા બની રહેશે ઉપરાંત સાથે સાથે તેમની ટીમના દરેક સભ્યો પણ સાથે છે ..જેમની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામિ છે
આ ઉપરાંત ખજૂરભાઈની સમાજ સેવા વિષે વાત કરીએ તો તેમણે દેશમાં લોકડાઉનની સ્થિતિ આવી ત્યારથી તેમણે સેવા અંગેના કાર્યો શરૂ કર્યા છે ઉપરાંત વાવાઝોડાના સમયગાળા દરમિયાન પણ એમને લોકોના ઘર બનાવી આપવા જેવા ખૂબ જ ઉમદા કાર્યો છે અને હાલ તેઓ નિ:સહાય લોકોની પણ મદદ કરી રહ્યા છે તેમજ તેમણે પોતાના પિતાશ્રીના સ્મરણાર્થે વૃધાશ્રમના નિર્માણ અંગેનું કાર્ય શરૂ કરેલ છે જે ખૂબ જ ઉચ્ચકક્ષાનું કાર્ય કહી શકાય આજે આ લોકપ્રિય કલાકાર પાસે અઢળક સંપત્તિ હોવા છતાં પણ તે સાદગીપૂર્વકનું જીવન જીવે છે એ જ એની મહાનતા છે ,ઉપરાંત પોતાના દરેક ટીમ મેમ્બર્સને પણ માન-સન્માન આપવું એ બધી બાબતો દર્શાવી દે છે કે જો કલા અંગેનું અભિમાન જીવનનમાં આવી ન જાય તો એ કલાની ગરિમા આપણે જાળવી શકીએ છીએ…સલામ છે આવા નિર્લેપભાવ ધરાવતા કલાકારને…