ખંભાળિયા: મોરબી દુર્ઘટનામાં આ બે માસૂમોનો જીવ હોમાયો ! ક્ષત્રિય પરિવાર પર શોકનું મોજું ફરી…બંને ગયા હતા બ્રિજ અને
જેમ તમે જાણતાજ હશો કે ગયા રવિવારે મોટી કરૂણાંતિકા સર્જાઇ હતી. જેમાં મોરબીની શાન સમાન અને ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટતા અનેક લોકો મચ્છુ નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. હાલ 141થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી તાત્કાલિક બચાવ કામગીરી અંગે તાકીદ કરી હતી. દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મોરબી પહોચ્યા હતા. પૂલ તૂટ્યો એ સમયે અનેક લોકો પૂલ પર હાજર હતા. આથી મોતનો આંક હજુ વધવાની શક્યતા છે.
આ દુર્ઘટનામાં ઘણાં બાળકોનું પણ મૃત્યુ થયું હતું જેમાંથી ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના મૂળ વતની અને હાલ મોરબી ખાતે સ્થાયી થયેલા એક ક્ષત્રિય પરિવારના બે બાળકો રવિવારે મોરબીની કરુણાંતિકામાં મૃત્યુ પામતાં ખંભાળિયા પંથકમાં પણ શોકની લાગણી પ્રસરી જવા પામી છે. આ અંગેની પ્રાપ્ત માહિતી પ્રમાણે ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના મૂળ રહીશ અને હાલ મોરબી ખાતે રહેતા હતા.
જ્યાં રહેતા હિતેન્દ્રસિંહ જાડેજાના પુત્ર રવિરાજસિંહ તથા અરવિંદસિંહ જાડેજાના પુત્ર મિતરાજસિંહ રવિવાર અને તારીખ 30મીના રોજ સાંજે મોરબી ખાતે ઝુલતો પુલ તૂટી જવાના બનાવમાં પાણીમાં ડૂબી જવાથી દુઃખદ અવસાન પામ્યા હતા. આ અંગે વધુ જાણવા મળતી વિગત મુજબ આશરે 12-13 વર્ષના બંન્ને બાળકો તેમના એકમ માતા-પરીવારજનો સાથે ઝૂલતા પુલ પરથી પસાર થઈ ગયા બાદ તેમના માતા વગેરે નજીકમાં આવેલા એક મંદિરમાં ગયા હતા.
પણ જાણે આ બંન્ને બાળકોને મોત પોકારતું હોય તેમ તેઓ ફરી પાછા પુલ પર પહોંચી ગયા હતા, જ્યાં તેઓ કાળનો કોળિયો બની ગયા હતા. આ બનાવની જાણ થતા નાના એવા ભાતેલ ગામ સાથે સમગ્ર ખંભાળિયા પંથકના ક્ષત્રિય સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. આમ આ ઘટના બાદ મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયો છે. તેવામાં આ ઘટનામાં પોલીસે 9 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં આ બ્રિજનું મેન્ટેનન્સનું કામ જે કંપનીને સોંપાયું હતું તે ઓરેવા કંપનીના મેનેજર પોલીસે દિનેશ દવે અને દિપક પારેખ સહિત 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.