ખીચડી સીરિયલના એક્ટર અનંગ દેસાઈ ના પુત્રના લગ્ન થયા ! જુઓ બોલીવુડ ના કોણ કોણ એક્ટર હાજર રહ્યા?

આજના સમયમાં You-Tube તેમજ Movie/અને Web Series ના માધ્યમનો પ્રચાર અને વિસ્તાર વધતો હોવાથી હવે લોકો પહેલાના સમયની ટીવી સિરિયલોની મોજ ધીમેં ધીમે ભૂલી રહ્યા છે જે ખૂબ જ દુઃખજનક બાબત ગણી શકાય..પરંતુ એવાં કેટલાંક ટીવી શો છે જેને આપણા બાળપણને ખૂબ જ યાદગાર બનાવી દીધું હતું..વર્ષ 2000માં આવતી ખૂબ જ કોમેડી સિરિયલ ‘ખિચડી’ એ સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી.. અને આ કોમેડી સીરિયલના કારણે દર્શકોએ ખૂબ જ સારો પ્રતિસાદ અને ભરપૂર પ્રેમ આપેલો.એ સિરિયલના એક ખૂબ જ અદભૂત કિરદાર બાપુજી (અનંગ દેસાઈ)ના પુત્રના લગ્ન થયા અને એમાં બોલીવુડના ખૂબ જ ટોપ અભિનેતા હાજર રહ્યા હતા..

આ સિરિયલમાં મુખ્ય કલાકારોમાં હંસા (સુપ્રિયા પાઠક), પ્રફુલ (રાજીવ મહેતા) અને બાબુજી (અનંગ દેસાઈ) એ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે અનંગ દેસાઇ હજુ પણ નાના પડદા પર વધુ જોવા મળે છે. જોકે હાલમાં તેમના પુત્ર નચિકેત લગ્ન થયા છે..જે અંગેના અમુક ફોટોઝ હિન્દી સિનેમાના ખૂબ જ પ્રખ્યાત અભિનેતા અનુપમ ખેર 29 એપ્રિલ 2022 ના રોજ તેમના પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યા છે.એક વાત ની અહીં પુષ્ટિ કરું તો અનંગ દેસાઈ અને અનુપમ ખેર ખૂબ જ જૂના મિત્રો છે..આ ફોટામાં નચિકેત તેની પત્ની સાથે અને બીજી ફોટામાં અનુપમ તેના મિત્ર અનંગ સાથે જોવા મળે છે.

 

આ તસવીરો શેર કરતાં અનુપમ પોતાના જૂના દિવસોને યાદ કરતા જણાવે છે કે, તે અને અનંગ દેસાઈ ત્રણ વર્ષ સુધી દિલ્હીમાં એક જ રૂમમાં રહેતા હતા, જ્યારે તેઓ બંને નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં હતા ત્યારે અનંગ અને હું દિલ્હીમાં #NationalSchoolOfDrama ના માત્ર ક્લાસમેટ જ નહીં, પણ ત્રણ વર્ષ સુધી રૂમમેટ પણ રહી ચૂક્યા હતા. આ માટે તેમણે નચિકેતના લગ્નમાં માત્ર હાજરી જ નહોતી આપી પણ સાથે સાથે એમણે વર-કન્યાને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ માટે તેમણે જણાવ્યું કે “તેઓ હંમેશા ખુશીથી જીવન વિતાવે,નવદંપતીઓને હંમેશા પ્રેમ અને આશીર્વાદ! #લગ્ન #પુરુષ અને પત્ની #મિત્રતા.

NSD માંથી Graduate થયા પછી અનંગ દેસાઈ સંસ્થા માટે એક ઉદાહરણરૂપ બની ગયો છે. તેમણે આ પહેલા એમણે સૌ પ્રથમ હિન્દી થિયેટરમાં કામ કર્યું હતું.એમણે 2010 માં ખીચડી સિરિયલમાંથી બનેલ ફિલ્મ ખીચડીને ખૂબ જ અદ્દભૂત પ્રતિસાદ મળ્યો છે આ ઉપરાંત તેમણે છેલ્લે 2016 માં આવેલી ફિલ્મ ‘રુસ્તમ’માં જજ તરીકે ની ભૂમિકા ભજવી હતી,જેમાં અક્ષય કુમાર અને ઇલિયાના ડી’ક્રૂઝ એ મુખ્ય ભૂમિકા ભજવી હતી…

જોકે અનંગ દેસાઈના પુત્ર નચિકેતના લગ્નની તસ્વીર તમને કેવી લાગી આ અંગે જરૂર જણાવશો..

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *