આ આલીશાન મહેલમાં લગ્ન કરશે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા !…જુઓ રોયલ પેલેસની આ ખાસ તસવીરો
મિત્રો તમને જણાવીએ તો ફિલ્મ જગતના બે ખુબજ જાણીતા સ્ટાર કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા 6 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. માત્ર કલાકારોના ચાહકો માટે જ નહીં પરંતુ આપણા બધા માટે ખુશીની વાત છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના આ વર્ષના બીજા મોટા મોટા ભારતીય લગ્ન હશે, જેની ચાહકોમાં જોરશોરથી ચર્ચા થઈ રહી છે. બંને રાજસ્થાનના જેસલમેરમાં સાત ફેરા લેવા માટે તૈયાર છે. તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સૂર્યગઢ પેલેસને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે. મહેંદી ડિઝાઇનર વીણા નાગડા પણ સ્થળ પર પહોંચી છે.
ધીમે ધીમે મહેમાનો આવી રહ્યા છે. આ દરમિયાન રામ ચરણના લગ્નમાં સામેલ થવાના સમાચાર પણ આવી રહ્યા છે.રિપોર્ટ અનુસાર, કિયારા અડવાણીના કો-સ્ટાર રામ ચરણ લગ્નની ઉજવણીમાં હાજરી આપશે. બંનેએ ફિલ્મ ‘RC 15’માં સાથે કામ કર્યું છે.
આ સિવાય શાહિદ કપૂર અને મીરા રાજપૂત લગ્નમાં આવવાના હોવાની પણ માહિતી મળી છે. કિયારાએ તેના લગ્નનું આમંત્રણ રામ ચરણને મોકલ્યું છે. તે જેસલમેરમાં પત્ની સાથે લગ્નમાં હાજરી આપશે. કિયારા અને રામ બંને ઘણીવાર એકબીજાના કામની પ્રશંસા કરતા જોવા મળ્યા છે.
કિયારા પણ રામને પોતાનો ખાસ મિત્ર માને છે. એટલે આ લગ્નમાં રામ આવે તો પણ એ તો થવાનું જ હતું. ભાઈ બંને સારા મિત્રો છે અને લગ્નમાં હાજરી નહીં આપે તો મજા કેવી રીતે બમણી થશે? આમ કિયારા-સિદ્ધાર્થ જૈસલમેરના સૂર્યગઢ હોટલમાં 6 ફેબ્રુઆરીના રોજ ફેરા લેશે. હોટલમાં તૈયારીઓ પણ શરુ થઈ ગઈ છે. સિકયોરિટીની ચૂસ્ત વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
લગ્નનું સમગ્ર કામ મુંબઈની એક મોટી વેડિંગ પ્લાનર કંપનીને સોંપ્યું છે. તો વળી આ સાથે સિક્યોરિટીની જવાબદારી શાહરુખના એક્સ બોડીગાર્ડ યાસીન સંભાળશે. હોટલનો સ્ટાફ પણ પોતાનો મોબાઈલ અંદર લઈ જઈ શકશે નહીં. તેમના મોબાઈલ લોકરમાં રાખવામાં આવશે, જેથી કોઈ ફોટો અથવા સેલ્ફી લીક ન થાય.
આમ મુંબઈથી આવતા ક્રૂને પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં. 100થી વધારે ખાનગી સિક્યોરિટી ગાર્ડ લગાવ્યા છે. તો વળી અનોખી વાત એ છે કે હોટલમાં મહેમાનો માટે 84 લક્ઝૂરી રૂમ બુક કરાવ્યા છે. તો વળી મહેમાનો માટે 70 લક્ઝૂરી ગાડીઓ બુક કરાવી છે. તેમાં મર્સિડીઝ, જગુઆરથી લઈને બીએમડબલ્યૂ સામેલ છે. ગાડીઓનો કોન્ટ્રાક્ટ જૈસલમૈરની સૌથી મોટી ટૂર ઓપરેટર લક્કી ટૂર એન્ડ ટ્રાવેલ્સને આપ્યો છે.
જો તમે નો જાણતા હોવ તો જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા સિદ્ધાર્થે પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પોસ્ટ કરી હતી. તેણે લખ્યું હતું કે, તે આજે એક અનાઉંસમેન્ટ કરવાનો છે. તેના પર ફેન્સે કમેન્ટ કરી હતી કે તે લગ્નનું અનાઉસમેન્ટ કરશે, પણ આવું થયું નહીં.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો