જાણો એક સત્યઘટના ! જેમાં એવા વ્યક્તિ ની કહાની છે કે જે ૧૨ નાપાસ હતા, છતાં તેમના સંઘર્ષ ના કારણે તેઓ આજે IPS ઓફિસર છે.
એક પુસ્તક છે જેનું નામ છે 12th ફેલ , હારા વહી જો લડા નહિ. આ પુસ્તક એક સત્ય ઘટના પર આધારિત છે.કે મહારાષ્ટ્ર કેડર ના આઇપીએસ મનોજ શર્મા ની ઉપર લખવામાં આવ્યું છે. જેના લેખક મનોજ ના મિત્ર અનુરાગ પાઠક છે. મનોજ શર્મા મહારાષ્ટ્ર ના ૨૦૦૫ ની બેંચના ઓફિસર છે જે મુંબઈ ના એડિશનલ કમિશનર ઓફ વેસ્ટ રિઝન ના પદ પર નિયુક્ત છે.તેમનો જન્મ અવિભાજીત મધ્યપ્રદેશ ના મુરૈના માં થયો હતો. આ પુસ્તકમાં તેમના વિધાર્થી જીવન અંગેની હકીકતો અને તેઓનો આઇપીએસ સુધીના સંઘર્ષ ની વાત બહુ પ્રશંસનીય છે.
વાસ્તવમાં મનોજ શર્મા ધોરણ ૯, ધોરણ ૧૦ અને ધોરણ ૧૧ માં થર્ડ ડિગ્રી માં પાસ થયા હતા.આ પુસ્તકમાં મનોજભાઈ જણાવે છે કે ,૧૧ સુધી હું કોપિય કરી કરી ને પાસ થઈ રહ્યો હતો. ૧૨ માં માં એટલે હું ફેલ થઈ ગયો હતો કેમ કે હું કોપી કરી શક્યો નહોતો.તે સમયે હું વિચારતો કે ૧૨ મુ કોપી કરી ને પાસ કરી ટાયપિંગ શીખી નાની એવી નોકરી કરી લઈશ. પરંતુ SDM ના પરીક્ષાના કડક નિયમોના કારણે હું કોપી કરી શક્યો નહિ.
SDM નો આ નિર્ણય મારા પર બહુ જ ઊંડી છાપ પડી ગઈ. હું વિચારતો કે આવો પાવરફુલ વ્યક્તિ કોણ હસે. બસ તે જ સમયે મે પણ નક્કી કર્યું કે હું પણ SDM બનીશ. મનોજ શર્મા ધોરણ ૧૨ માં નાપાસ થયા પછી તેઓ રોજી રોટી કમાવા માટે ભાઈની સાથે ટેમ્પો ચલાવવાનું શરૂ કર્યું. એકવાર તેમનો ટેમ્પો પકડાઈ ગયો તો તેમને થયું કે SDM ટેમ્પો છોડાવી શકે છે. હું SDM પાસે ટેમ્પો છોડાવા ગયો હતો .પરંતુ હું ત્યાં તેમની તૈયારી વિશે વાત કરવા લાગ્યો. અને તેમની વાતો જાણી મે પણ નિર્ણય કર્યો કે હું પણ આ જ બનીશ.
મનોજ શર્મા જણાવે છે કે ઘરેથી થેલો લઈને હું ગ્વાલિયર આવી ગયો. પૈસા નહોતા આથી હું ભિખારીઓ પાસે સૂતો હતો.જમવા માટે પણ કઈ નહોતું.કિસ્મતનો સાથ મળ્યો અને લાઇબ્રેરીયન કમ નોકર ની નોકરી કરવા લાગ્યો. ત્યાં મે ગોર્કી અને અબ્રાહમ લિંકન ને વાચ્યા.અને ત્યાર પછી તૈયારી શરૂ કરવા લાગ્યો.તે કહે છે કે ધોરણ ૧૨ પાસ નાપાસ નો થપ્પો મારા દરેક કામમાં આડો આવવા લાગ્યો.હું જે છોકરી ને પ્રેમ કરતો હતો તેને પણ આજ કારણે હું કહી શકતો નહોતો કેમ કે હું ૧૨ નાપાસ હતો.
મનોજ શર્મા ત્યાર પછી દિલ્લી આવી ગયા.ત્યાં તેઓ લોકો ના ઘરના કૂતરાઓ ને ફરવા લઈ જવાનું કામ કરતા હતા. ૪૦૦ રૂપિયા દરમહિને કૂતરાને રાખવાનો ખર્ચ મળવા લાગ્યો . આ સમયમાં જ એક શિક્ષકે વગર ફિઝ એ મને ટ્યુશન ભણાવવાનું શરૂ કર્યું. તેમણે પહેલા જ પ્રયાસમાં તેની પૂર્વ છોડી દીધી .અને તે ચોથા પ્રયાસમા પણ સફળ રહ્યા, પરંતુ મુખ્યમાં પરીક્ષામાં તેઓ અંગ્રેજીને કારણે નબળા પડ્યા.મનોજ શર્મા જણાવે છે કે હું જે છોકરીને પ્રેમ કરતો હતો તેને મેં કહ્યું હતું કે જો તું મારો સાથ આપીશ તો હું દુનિયાને ફેરવી નાખીશ. આ રીતે, પ્રેમમાં જીત્યા પછી, મેં મારો અભ્યાસ શરૂ કર્યો અને ચોથા પ્રયાસમાં IPS બની ગયો.