હવામાન વિભાગની વરસાદને લઇ વધુ એક આગાહી જાણો ક્યાં ક્યાં જિલ્લાઓમાઁ પડશે વરસાદ…

હાલ તમે જાણોજ છો કે ગુજરાતમાં ચોમાસાનુ આ વર્ષે ખુબજ જોર વધી ગયું છે. તેમજ આ વર્ષગે વરસાદ ખુબજ વરસી રહ્યો છે તેવમાં વલસાડ, નવસારી, વડોદરા, અમદાવાદ તેમજ ઘણા રાજ્યોમાં ખુબજ વરસાદ જોવા મળી થયો અને ખુબજ પાણી વહેતા થઈ ગયા છે. ગામડાના લોકોના ઘરમાં નદીઓના પાણી ઘુસી જતા ખુબજ મુશ્કેલીઓ પણ પડી છે. તેવાંમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. આવો તમને વિગતે જણાવીએ.

 

વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘આજે રાજ્યના 6 જિલ્લામાં વાતાવરણ ડ્રાય રહેવાની શક્યતા છે. જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, આણંદ, ભરૂચ અને નર્મદામાં વાતાવરણ ડ્રાય રહેશે.’ આમ જો કે, અન્ય કેટલાંક જિલ્લાઓમાં હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર અને જૂનાગઢમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.’

આમ ગુજરાતમાં આજે કેટલાંક જિલ્લાઓમાં હળવો વરસાદ પડશે તો અન્ય 6 જિલ્લાઓમાં વાતાવરણ ડ્રાય રહેશે. તેમજ વાત કરીએ તો ફરી એકવાર ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. આમ આ સાથે જણાવ્યે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 70.07 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ સિઝનનો 117 ટકા વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 82.46 ટકા વરસાદ થયો છે.

આ સાથે સૌરાષ્ટ્રમાં 61.97 ટકા અને મધ્ય ગુજરાતમાં 61.65 ટકા તથા ઉત્તર ગુજરાતમાં 56.86% વરસાદ નોંધાયો છે. ઉપરાંત અત્યાર સુધી રાજ્યના 251 તાલુકામાં વરસાદ થયો છે. જેમાંથી 31 તાલુકામાં 40 ઈંચથી વધુ, 89 તાલુકામાં 20થી 40 ઈંચ, 100 તાલુકામાં 10થી 20 ઈંચ અને 31 તાલુકામાં 5થી 10 ઈંચ વરસાદ થયો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *