જાણો દિલચસ્પ પ્રેમ કહાની ! આ વૃધ્ધ દંપતીને વૃધ્ધાશ્રમમા જમતા જમતા પ્રેમ થઈ ગયો અને લગ્ન કરી લીધા ,આજે એક બીજાના સહારે…
લોકો દ્વારા કહેવામાં આવતું હોય છે કે ભગવાન જોડી બનાવીને મોકલતા હોય છે કોઈના હાથમાં કઈ હોતું નથી.દરેક લોકોને પોતાનો જીવનસાથી નસીબ થી જ મળતો હોય છે.જેના નસીબમાં જે લખ્યું હસે તે તેને મળીને જ રહેશે.હાલમાં સોશિયલ મીડિયામાં એક એવી જોડી જોવા મલી છે જે જોઈ દરેક લોકો હેરાન રહી ગયા છે. કહેવાય છે ને કે પ્રેમને ઉમરની સાથે કોઈ લેવા દેવા નથી પ્રેમ તો ક્યારે કોને થઈ જાય તે કહી સકાતું જ નથી. પ્રેમ એ એવી બાબત છે કે જે કોઈ પણ ઉમરની વ્યક્તિ સાથે થઈ સકે છે. આજે આપણે આવા જ એક પ્રેમ કહાનીની વાત કરવા જઇ રહ્યા છીયે કે જેને ઉમર સાથે કોઈ લેવાદેવા નથી .
આપણે વાત કરી રહ્યા છીયે સવિતાબેન અને વિજયભાઈની પ્રેમ કહાનીની, કે જેઓના પરિવારમાં કોઈ નહોતું અને બંને લોકો ઘરે એકલા પડી ગયા હતા. અને આથી તેઓ એકલતા દૂર કરવા માટે એક પાલીના વૃધ્ધાશ્રમ માં આવીને રહેવા લાગ્યા હતા. આ બંને વ્યક્તિઓ પોતાના જીવનમાં એકલા હતા અને બંનેને કોઈના સાથ અને સહકારની ઈચ્છા ધરાવતા હતા. આથી પોતાનું બાકીનું જીવન જીવવા માટે તેઓ વૃદ્ધાશ્રમ માં આવીને રહેવા લાગ્યા હતા.
એક વાર આ બનને અજનબી વ્યક્તિઓની મુલાકાત વૃધ્ધાશ્રમના જમવાના ટેબલ પર થઈ, ત્યાર પછી સવિતાબેન અને વિજયભાઈ બંને વચ્ચે ધીમે ધીમે વાતચીત વધવા લાગી આ બંનેની કહાની એકસરખી હતી અને બનેને સહકાર અને સાથની જરૂર હતી આથી બંનેને એકબીજા સાથે વાત કરવાની મજા આવવા લાગી અને આ મિત્રતા એક સમયે પ્રેમમાં બદલાઈ ગઈ આથી બંને એ નક્કી કર્યું કે બાકીનું જીવન બંને એક બીજાના સહારે જીવસે. અને આમ સુનિતાબેન અને વિજયભાઈ એ વૃધ્ધાશ્રમના એક મંદિરમાં લગ્ન કરી લીધા.
આ દંપતીના લગ્નમાં વૃધ્ધાશ્રમના દરેક વ્યક્તિઓ હાજર રહ્યા હતા.હવે આ બંને યુગલ એક બીજાના સહારે તેમનું જીવન જીવી રહ્યા છે અને આ વર્ષે કરવાચોથ ના દિવસે સવિતાબેને પતિ વિજયભાઈ માટે વ્રત પણ રાખ્યું હતું. આજે આ બંને વૃધ્ધ દંપતીનો પ્રેમ સોશિયલ મીડિયા પર બહુ જ મોટા પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે. હાલમાં આ વૃધ્ધ દંપતી એકબીજાનો સહારો બનીને વૃધ્ધાશ્રમમા સાથે જીવન પસાર કરી રહ્યા છે.