કેળા ની છાલ ને ડસ્ટબીન મા ફેકતા પહેલા તેના ઉપયોગો જાણી લો ! તમે વિચાર્યુ પણ નહી હોય….

કેળાં ને પોષકતત્વો થી ભરપુર ગણવામાં આવે છે.કેળાં માં અનેક ગુણો જોવા મળે છે જે સ્વસ્થ ને સારું રાખવામાં મદદ કરે છે અને સાથે શરીરને તાકાત પણ આપે છે. કેળાં તો શરીર માટે ફાયદાકારક છે જ પરંતુ તેની છાલ પણ એટલી જ ઉપયોગી સાબિત થઇ શકે છે.કેળાની છાલ માં પણ અનેક તત્વો જોવા મળે છે જે શરીર ને બહુ જ ફાયદાકારી હોય છે.આવા જ થોડા કેળાની છાલ ના ઉપયોગ વિશે આપડે થોડી માહિતી મેળવશું.

VebMD માં જણાવ્યા મુજબ, કેળાની છાલ માં ભરપુર માત્રા માં વિટામીન B6, વિટામીન B12, મેગ્નેશિયમ, પ્રોટેશિયમ, ફાયબર અને પ્રોટીન આવેલું હોય છે. જેના કારણે તે સ્વસ્થ ની સાથે ત્વચા અને વાળ માં પણ ઉપયોગ કરી શકાય છે.આટલું જ નહીં કેળાની છાલ ને એક ખાતર તરીકે પણ ઉપયોગ માં લઇ શકો છો જે છોડ ને જરૂરી પોષણ આપવામાં મદદ કરે છે.

કેળાની છાલ ના ઉપયોગ:

ત્વચાની સંભાળ રાખવા માટે: જો તમે ચહેરા પર કેળા ની છાલ ને એક માસ્ક તરીકે ઉપયોગ માં લેશો તો તે ચહેરા પર નિખાર લાવી અને સાથે કરચલીઓ દૂર કરે છે. કેળાની છાલ નો ઉપયોગ ત્વચાને હાઇટ્રેડ રાખવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.આ સાથે તે ખીલના નિશાનને પણ દૂર કરવામાં મદદ કરે છે.

­

વાળને માટે ઉપયોગી : જો તમે વાળ માં કેળાની છાલની પેસ્ટ લગાવશો તો વાળ હેલધી બનવાની સાથે વાળ ચમકદાર અને સોફ્ટ બનશે. કેળાના છાલ ની અંદર રહેલા એન્ટીઓક્સિડન્ટ કે જે વાળ ને મજબૂત અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

દાંત ન માટે પણ ઉપયોગી : દાંત ને સફેદ કરવા મટે પણ કેળાની છાલ નો ઉપયોગ કરવામાં આવે છે.જો તમે અઠવાડિયા માં એકવાર આ કેળાં ની છાલ ને દાંત પર રગડવાથી તેનો દુખાવો દૂર થાય છે અને દાંત ની સુઝન માં રાહત રહે છે.

પ્રાથમિક સારવાર માટે : સનબર્ન અથવા જંતુના કરડવા માં પણ આ કેળાની છાલ ઉપયોગી સાબિત થાય છે.જો કેળા ની છાલ ને ઘાવ પર ઘસવામાં આવે તો તે રાહત આપે છે.આ સિવાય જો તમને સતત માથાનો દુખાવો થતો હોય તો તમે જામી ગયેલા કેળાની છાલને કપાળ પર ઘસો. તેનાથી તમને રાહત અનુભવાશે.

સફાઈ કરવા માટે: જો ચામડાના સૂઝ હોય અને તે જૂના થઇ ગયા હોય કે તેના પર કોઈ દાગ ધબ્બા પડી ગયા હોય તો તેને દૂર કરવા માટે કેળાની છાલ ને તેના પર ઘસો.તેનાથી તમને ફેર જોવા મળશે અને સૂઝ એકદમ સાફ થઇ જાય છે.આની સિવાય તમે ચાંદી ના વાસણને ચમકાવવા માટે પણ આનો ઊપયોગ કરી શકો છો.

બગીચા માં ઉપયોગી : ઘરમાં આવેલા કોઈ છોડ માટે ખાતર બનાવવા માટે પણ આનો ઊપયોગ કરી શકાય છે.કેળાની છાલ ને દરરોજ એક ડોલમાં સંગ્રહ કરો અને તેને પાણીમાં ભરી રાખો. આ પાણીનો ઉપયોગ તમે એક ખાતર તરીકે કરી શકો છો.આ છાલને ગુલાબની ઝાડીઓની નીચે મૂકો અને તેના પર માટી નાખો.જેનાથી તમારા છોડ માં ઝડપી વૃદ્ધિ થશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *