જાણો હવામાન વિભાગની ભુક્કા કાઢી નાખે તેવી આગાહી, ગુજરાતના આ વિસ્તારોમાં થશે ભારે વરસાદની એન્ટ્રી…

મિત્રો વરસાદ ની વાત કરીએ તો રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં વડોદરા, નર્મદા, તાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને તેના આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.અમદાવાદ,ગાંધીનગર અને ખેડામાં ભેજવાળું વાતાવરણ રહેશે.હાલ ભારે વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી ભેજવાળા વિસ્તારોમાં જ વરસાદ પડવાની શક્યતા છે. આમ આજે ફરી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જેમાં વાત કરીએ તો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી અને ગીર-સોમનાથમાં આજે સારો એવો વરસાદ પડી શકે છે

તો બીજી બાજુ વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં પણ સારો એવો વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ અને વલસાડમાં પણ આજે વરસાદ પડવાની શક્યતા છે. મહત્વનું છે કે, રાજ્યમાં ફરીવાર તારીખ 6થી 8 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આમ આ સાથે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ વરસ્યો હતો. જેમાં વલસાડ જિલ્લામાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. ઉમરગામ અને નારગોલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વાદળછાયા વાતાવરણની વચ્ચે જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો.

તો બીજી બાજુ છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. છોટા ઉદેપુરમાં નસવાડી અને અંતરિયાળ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેમાં કડુલી, મહુડી અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. તેમજ વધુમાં તમને જણાવી દઇએ કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં બીજું વહન શરૂ થવાની તૈયારી છે. ત્યારે તારીખ 6થી 8 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જ્યારે 11 અને 12 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં ફરી વરસાદ થવાની શક્યતા રહેલી છે. નવરાત્રિના સમયમાં રાજ્યના વિવિધ ભાગમાં વરસાદ પડશે. તો તારીખ 10 ઓક્ટોબરની આસપાસ પણ રાજ્યમાં વરસાદ વરસી શકે છે.

એ સિવાય સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. તો ઓક્ટોબર અને નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ આજે ફરી રાજ્ય માં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે અંબાલાલના જણાવ્યા મુજબ, તારીખ 6થી 8 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *