આ ગુજરાતી દીકરીની પ્રમાણિકતા જાણી તમે પણ વખાણ કરતા થાકશો નહિ! 25 લાખનું…જાણો પુરી વાત

વાત કરીએ તો આજના સમયમાં જો કોઈને 500 રૂપિયા પણ મળે તો ખીચામાં નાખી હાલતા થાય છે અને કોઈ પાસે પ્રામાણિકતાની આશા રાખવી એ તો મુરખામી જ કહેવાય પરંતુ જો તમને એવું કહાવામાં આવે કે પડી ગયેલા 25 લાખ રૂપિયા મૂળ માલીકને પરત આપ્યા છે તો તમે આ વાત પર વિશ્વાસ નહી કરો પરતું આ વાત ખરેખર બની છે તો આવો જાણીએ પુરી ઘટના વિશે.

આમ તમને જણાવીએ તો આ કિસ્સો આણદના પેટલાદ તાલુકામાંથી સામે આવ્યો હતો. જેમા 18 વર્ષીય દીકરી હુમા વ્હોરા રણછોડજી મંદિર સામે પાણીપુરી ખાવા નીકળી હતી. ત્યારે રસ્તામાં અચાનક જ તેની નજર એક પર્સ પડી હતી. આ પર્સમાં જોતા જ અંદર અમેરિકન ડોલર હતા. હુમા આ પર્સ લઈને ઘરે આવી પહોંચી હતી અને પરીવારજનોને સમગ્ર જાણ કરી હતી.

જ્યારે આ પર્સમાં કોઈ એવા ડોક્યુમેન્ટ ન હતા કે તેને મુળ માલીકનો સંપર્ક કરી શકાય આમ છતાં હુમા અને તેમના પરિવારજનો દ્વારા સોશ્યિલ મીડિયાનો સહારો લઈને મૂળ માલીકને શોધવાની કોશિશ કરી હતી અને તેઓને સફળતા મળી હતી. આમ જે બાદ આ દીકરીએ તેનું પર્સ તેના મૂળ માલિક ને હાથો હાથ પાછું આપી દીધું જે બાદ તે પટેલ NRI આ દીકરીની ખુબજ આભાર માન્યો હતો.

આમ આ પર્સની અંદર કુલ 30 હજાર ડોલર હોવાનું જાણવા મળ્યું હતું અને તેની મુળ રકમ ભારતીય રૂપિયામાં 30 લાખ થાય. આ પર્સના મુળ માલિક જતીન આર પટેલ નામના એનઆરઆઈ હોવાનું જાણવા મળેલ જ્યારે તેમને હુમાનો આભાર વ્યક્ત કાર્યો હતો. હુમાની વાત કરવામાં આવે તો હુમાના પિતા ફિરોઝભાઈ વ્હોરા ગેરજ ચલાવે છે ત્યારે ખરેખર આ હુમા અને તેમનો પરિવાર ધન્યવાદને પાત્ર છે કે આટલી મોટી રકમ પાછી આપી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *