મુસ્લિમ યુવાન ને ડુબતો બચાવવા માટે ક્ષત્રિય યુવાને પોતાનો જીવ આપી દીધો ! અંતમા થયું એવુ કે બન્નેના જીવ….

જ્યારે જ્યારે પણ કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોઈ છે ત્યારે તેમના મિત્રો, પરીવારના લોકો તેને મદદ કરવા માટે હમેશા હાજર હોઈ પરંતુ આ બનાવમાં આજાણ્યા વ્યક્તિને બચાવવા ક્ષત્રિય પરિવારનો યુવકે પોતેજ કેનાલમાં કુદયો હતો પરંતુ બનેના ખરાબનસીબે આ ઘટનમાં ઉંડા પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ યુવકે ડૂબતા છોકરાને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં નાખ્યો અને માનવતાનું એક ઉદાહરણ આપતો ગયો છે.

આ ઘટના કચ્છનાં ભચાઉ નજીક નર્મદા કેનાલમાં મુસ્લિમ સમાજના ડૂબતા યુવાનને બચાવવા ક્ષત્રિય યુવાને કેનાલમાં ઝંપલાવી દીધું હતું. આમ બંનેના દુઃખદ મોત નીપજ્યા હતા. તે પછી બંનેનાં પરિવારમાં ગમનો માહોલ થવા પામ્યો હતો. આમ મુસ્લિમ અગ્રણીઓએ કહ્યું કે શહીદ વહોરો એક ક્ષત્રિય ધર્મને છાજે એવું કાર્ય કર્યું છે જેને મુસ્લિમ સમાજ ક્યારેય નહિ ભૂલે.

રવિવારના રોજ ભચાઉ આર.પી.કેમ્પ નજીક મુસ્લિમ યુવાન અક્રમ યુસુફભાઈ અબડા અકસ્માતે માતાની સામે પાણીમાં ડૂબી રહ્યા હતા તેને બચાવવા કેનાલમાં ઝંપલાવનાર ચોપડવા ગામના ૨૪ વર્ષીય ક્ષત્રિય યુવાન જીતેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા પણ ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટના બાદ મુસ્લિમ યુવાન અક્રમ નો મૃતદેહ મળી આવ્યો હતો અને તેના ૨૦ કલાક પછી જિતેન્દ્રનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. તેનો મૃતદેહ બનાવ બન્યાના ૧૦ કિલોમીટરદુર એનઆરઈ કોક કંપની પાછળના નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો.

જીતેન્દ્રસિંહ જાડેજા ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સની ઓફીસમાં નોકરી કરતા હતા રવિવારની રજા હોઈ અને પોતના ઘરે આવ્યા હતા દરમિયાન ભચાઉ થોડો સામાન લેવા આવી રહ્યા હતા અને પાણી માં ડૂબતા અજાણ્યા યુવાનનો જીવ બચાવવા જતા તેનું પણ મૃત્યુ થયું હતું. આ પછી સમગ્ર ગામમાં ક્ષત્રિય સમાજના લોકોના ચહેરા પર ગમગીની છવાઈ ગઈ હતી. તેમજ મુસ્લિમ પરિવારનો અક્રમ તેનો અભ્યાસ શરુ કરે તે પહેલાજ તેને મોત આંબી ગયો હતો. આમ એકી સાથે બે પરિવારે પોતાના યુવાન છોકરા ગુમાવ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *