“કુમ કુમ ભાગ્ય” સીરિયલ ફેમ એક્ટર ગૌતમ નૈનએ પોતાના કયુટ બાળક ની સુંદર તસ્વીરો દેખાડી ! જુઓ તેના ફોટોસ….
ઝી ટીવી પર આવતો શો ‘કુમકુમ ભાગ્ય’ ફેમ એક્ટર ગૌતમ નૈંનના ઘરે નવજાત બાળકના કુમકુમ પગલાં થવાથી તેના ભાગ્યના દરવાજા ખુલી રહ્યા છે…બાળકના પિતા બનવાની ખુશીનું વર્ણન તો કોણ કરી શકે! ગૌતમ નૈન એ લાંબા સમયની ગર્લફ્રેન્ડ સોફી માર્ચ્યુ (જે ઈન્ડોનેશિયન ઉદ્યોગસાહસીકે અને સિનેમા અભિનેત્રી છે) સાથે ટૂંકાગાળામાં લગ્ન કર્યા અને આ દંપતી 12 એપ્રિલ 2022 ના રોજ તેમના આ પ્રથમ બાળકના માતા-પિતા બન્યા છે…આ ખુશીને તેમને લોકો સાથે શેર કરવાનું વિચારતા સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ પર પોતાના પુત્રની ઝલક બતાવી છે..તો ચાલો જોઈએ એ ઝલક
ઉપર મુજબના ફોટામાં જોઈ શકીએ છીએ કે ગૌતમ હોસ્પિટલના કપડાં પહેરીને પોતાના બાળકને છાતી સરસો ચાંપીને બેઠો છે..આ ફોટો લોકો સાથે શેર કરતી વખતે ગૌતમે કહ્યું હતું કે તેઓ એક પુત્રના પિતા બન્યા છે, અને સાથોસાથ તેણે એમ પણ લખ્યું કે ” તે એક છોકરો છે,અને મને એના પિતા બનવાનો આ શ્રેષ્ઠ અહેસાસ છે ..@soffiemarchue #babyboy
24 એપ્રિલ, 2022 ના દિવસે ગૌતમ નૈંન એ સોશ્યિલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના બાળકની એક ખૂબ જ ક્યૂટ તસ્વીર શેર કરી છે જેમાં તેનો ચહેરો દેખાડવામાં આવ્યો છે.. ફોટામાં નાના રાજાને ઈન્ડોનેશિયન છોકરાના રૂપમાં બ્રાઉન અને બ્લેક કલરની ધારદાર શર્ટ,બ્રાઉન અને સફેદ પ્રિન્ટેડ ધોતી સ્ટીલમાં પેન્ટ અને એક મેચિંગ પ્રિન્ટેડ પાઘડીની સાથે જોવા મળે છે..ફોટામાં શાંતિથી સૂતેલું બાળક ખૂબ જ બ્યુટીફૂલ લાગે છે…આ વાતને જણાવતાં ગૌતમે એક સરસ નોટ કેપશનમાં લખી છે કે “નમસ્કાર અંકલ-આંટી ..મારૂ નામ ઈશાન નૈંન છે અને આ મારા પપ્પા …@gautam_nain_official. અને મારી મમ્મી @soffiemarchue।”
ઈ-ટાઈમ્સ સાથે થયેલી અગાઉની મુલાકાતમાં આ ઉત્સાહિત અભિનેતાએ પિતા બન્યા પછી તેની પિતૃત્વ લાગણીઓને શેર કરી હતી કે હું આ પિતા બનવાની આ સુંદર અને સાહસિક સફરમાથી પસાર થવાની રાહ જોઈ શકતો નથી…ઉપરાંત તેને આગળ વાત કરતા જણાવ્યું કે ” હું સૌથી ખુશનસીબ વ્યક્તિ છું..મને કોઈ વાતનો અફસોસ નથી ,કારણ કે ભગવાને મને જે જોઈતું હતું તે બધી જ વસ્તુ મને આપી છે..હવે હું ઉત્તમ પિતા બની મારા બાળક સાથે સારો સમય પસાર કરી રહ્યો છું..ઉપરાંત બાળકના ડાયપર બદલવા,દૂધની બોટલો ભરવી,નર્સરી રાઇમ્સ ગાવી વગેરે હું તમામ આનંદ લેવા તૈયાર છું..મારા જિંદગીની આ નવી અને સૌથી સુંદર સાહસિક યાત્રા છે…
વાતચીતના દોરમાં આગળ વધતા અભિનેતાએ કહ્યું કે જ્યારે તેણે પહેલીવાર તેના પુત્રને હાથમાં લીધો ત્યારે તમને કેવી અનુભૂતિ થઇ?,ત્યારે તેના જવાબમાં એમને ક્યુ કે,” જ્યારે મેં મારા પુત્રને પહેલીવાર હાથમાં લીધો ત્યારે મને લાગ્યું કે મને કોઈ પુરસ્કાર કે વિશેષ વ્યક્તિનો સાથ મળી રહ્યો છે,જે મારા જીવનને સૌથી સુંદર,સુખમય અને આનંદમય બનાવશે.જ્યારે તે મોટો થશે ત્યારે તે મારા જેવો જ દેખાતો હશે,જે આજે મારા ભવિષ્યને મળવા જેવું હતું.હું અનુભવું છું કે પ્રેમ કેટલો સુંદર હોય છે ,મને એવું લાગે છે કે જાને હું પહેલેથી જ સ્વર્ગમાં છું.”
જોકે અત્યારે અત્યારે ગૌતમ નૈનના પુત્રની આ ક્યૂટ તસવીર તમને કેવી લાગી? એ કોમેન્ટ કરીને અમને જરૂર જણાવશો….