લોરેન્સ બિશ્નોઈએ બોલીવુડના આ દિગ્ગજ અભિનેતાની હત્યાનો પ્લાન બનાવ્યો હતો પણ…જાણો કોણ છે આ અભિનેતા

દેશ ભરમાં હત્યાના, લુંટફાટનાં, ચોરી વગેરેના મામલો સામા આવતા હોઈ છે તેવીજ રીતે હત્યાનો એક ક્રુરતાપૂર્વક નો મામલો સામો આવ્યો છે પંજાબી સિંગર સિદ્ધુ મુસે વાલાની હત્યાથી દેશભરમાં શોકનો માહોલ છવાયો છે. મુસે વાળા ની હત્યા બાદ તેના ફેન્સ અને બીજા સેલીબ્રીટી વગેરે સોં લોકો સિંગરને યાદ કરી રહ્યા છે. તેની હત્યાનું કાવતરું ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડ એ ઘડ્યું હતું. સીધું મુસે વાલા ની હત્યા સાથે મ્યુઝીક ઇન્ડસ્ટ્રીએ એક ચમકતો સિતારો અને એક માં એ તેનો જવાન પુત્ર ગુમાવ્યો છે. જે ખુબજ દુઃખ ની વાત છે.

લોરેન્સે બિશ્નોઈ કે જેને એક સમયે સલમાન ખાનને પણ મારી નાખવાની ધમકી આપી હતી. અને તેને મારવા માટે પ્લાનિંગ પણ બનાવ્યું હતું. લોરેન્સે ફિલ્મ ‘રેડી’ના શુટિંગ સમયે સલમાન ઉપર હુમલો કરવાની યોજના બનાવી હતી પરંતુ તે સમયે લોરેન્સેને પોતાનું મન પસંદ હથિયાર નો મળવાના કારણે યોજના અધુરી રહી ગઈ હતી.

જોકે હાલ આ ખૂની ગેંગસ્ટર દિલ્હીની તિહાર જેલમાં બંધ છે અને તે પોતાના તમામ કામ ત્યાં જેલ માં  બેઠા બેઠા ઓપરેટ કરે છે. વોટસએપ નાં માધ્યમથી આ લોકો સોપારી આપીને આવા હત્યાના ગુના ને અંજામ આપતા હોઈ છે. અને પછી ફેસબુક ઉપર પોતાનો ગુનો કબુલ કરે છે. આવા લોકો અખા દેશમાં ફેલાયેલા છે જે ખુબજ મોટા પ્રમાણ માં છે ૭૦૦ જેટલા ઓપરેટર ની સંખ્યા છે લોરેન્સે બિશ્નોઈએ સીધું મુસે વાલાની હત્યા ની પ્લાનિંગ કેનેડામાં રહેલ તેના ગેંગસ્ટર મિત્ર ગોલ્ડી બરાડે સાથે વાત કરીને ઘડ્યું હતું.

તારીખ ૨૯-૫-૨૦૨૨ ના રોજ ધોળા દિવસે સિદ્ધુ મુસે વાલા પર ૩૦ રાઉન્ડ ગોળીઓ નાં ફાઈરિંગ કરવામાં આવ્યા હતા અને જેમાં સિદ્ધુ ની હત્યા થઇ હતી. હત્યાના કેસમાં પોલીસે એક આરોપી શાહરૂખ ની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી જેમાં લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડ નું નામ સામું આવ્યું છે. તેમજ પૂછપરછ દરમ્યાન કુલ ૮ લોકો નાં નામ સામા આવ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *