એન્જીનીયરીંગ ના વિદ્યાર્થીએ અગ્નીવીર જવાનો માટે બનાવ્યા સ્માર્ટ સૂઝ જાણો તેની ખાસિયત…

દેશની રક્ષા માટે જવાનો કેટલું કરતા હોય છે પોતાના પરિવાર થી અલગ રહી માત્ર દેશ ની સેવા કરવા ઠંડી, તડકો ,વરસાદ અને અનેક ઋતુ ના ફેરફારો નો સામનો કરતા હોય છે અને સાથે દુશ્મનો સામે રક્ષણ પણ આપતા હોય છે. ત્યારે જ તો આપડે શાંતિ થી ઘરે બેસી સુખી અને આનંદી જીવન જીવી સક્યે છીએ. સલામ છે આવા જવાનો ને જે આપણા માટે દેશની સરહદ પર દિવસ રાત ની પરવાહ કર્યા વગર દેશની રક્ષા કરતા હોય છે. તેઓ  તમામ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ નો સામનો કરતા હોય છે.

આવા જ જવાનો ના રક્ષણ કાજે એક એન્જીનીયરીંગ ના વિદ્યાર્થી એ સ્માર્ટ સૂઝ બનાવ્યા છે. આ સૂઝ જવાનો પર  મુસીબત આવતા કંટ્રોલ રૂમ સુધી સુચના પહોચાડવામાં મદદ કરશે. આની સાથે જ જવાનો ના ભૂસ્ખલન અથવા હિમપ્રપાત ને કારણે જો કોઈ અસક્સ્માંતમાં ફસાઈ જાય છે તો તેને  ગોતવામાં આ સૂઝ સિગ્નલ આપી મદદ કરશે. ઉતર પ્રદેશના મેરઠ ના એક મજદૂર ના દીકરા અને એન્જીનીયરીંગ ના વિદ્યાર્થી એ દેશના જવાનો ને માટે એક સ્માર્ટ સૂઝ બનાવ્યા છે.

તેનું કહેવું છે કે, ભૂસ્ખલન દરમિયાન જો કોઈ જવાન બરફ કે કાટમાળમાં દટાઈ જાય તો આ સૂઝ  કંટ્રોલ રૂમને સિગ્નલ મોકલશે અને જવાનો ને શોધવામાં મદદ કરશે. આ સૂઝ  કોઈ ઈન્ટરનેટ વગર કામ કરશે. માલીપુર માં થયેલા ભૂસ્ખલન ઘટના થી વિદ્યાર્થીઓ ને આ તરકીબ મળી. જેના પછી લગભગ એક અઠવાડિયા ની અંદર  તેમણે આ સ્માર્ટ આર્મી સૂઝ તૈયાર કર્યા. MIET એન્જીનીયરીંગ કોલેજ ના અટલ કમ્યુનીટી ઇનોવેશન સેન્ટરમાં B.Tech ઇલેક્ટ્રિકલ ના પ્રથમ વર્ષના વિદ્યાર્થી સુમિત કુમાર એ  સેના ના જવાનો માટે આ સ્માર્ટ સૂઝ બનાવ્યા છે.

આ સ્માર્ટ સૂઝ ને તૈયાર કરતા સુમિત મેરઠ  ખીર્વ જલાલપુર સરધના ના રહેવાસી છે અને તેના પિતા મજદુરી કામ કરે છે. તેણે દાવો કર્યો છે કે આ સૂઝ જવાનો ના મુસીબત પર ફસવા પર કંટ્રોલ રૂમ સુધી સુચન પહોચાડવામાં મદદ કરશે. આની સાથે જ ભૂસ્ખલન અથવા હિમપ્રપાત ના કારણે થનારી દુર્ઘટના ઓમાં ઘણી વાર જવાનો પણ તેની ચપેટમાં આવી જતા હોય છે. તેવા સમયે તેમને  શોધવામાં પણ આ સૂઝ સિગ્નલ આપી મદદ કરશે.

સુમિત નું કહેવું છે કે, આ સૂઝ બે વિભાગમાં બનાવામાં આવ્યા છે. એક ટ્રાન્સમીટર સેન્સર સુઝના સોળમાં અને બીજું રીસીવર એલર્ટ સીસ્ટમ જે  સેનાના કંટ્રોલ રૂમમાં હશે. તે સૂઝ ના ટ્રાન્સમીટર સેન્સર સાથે જોડાયેલ હશે. અત્યારે તેની રેંજ હવામાં ૧૦૦ મીટર છે અને જમીનની અંદર ની રેંજ લગભગ ૩ ફૂટ છે. ભૂસ્ખલન અથવા હિમપ્રપાત ની સ્થિતિમાં આ સૂઝ ના સેન્સર દબાણ માં આવવાથી એકટીવ થઇ જશે. સૂઝ ના સેન્સર થી નીકળતો સિગ્નલ કંટ્રોલ રૂમમાં અલાર્મ વાગશે અને આ રીતે બચાવ દલ ને તેમના જવાનો જે સ્થળે ફસાયા છે તે જગ્યા ની જાણ થશે.

એક અન્ય નાના રીસીવર ના કારણે ઘટના સ્થળે જ્યાં જવાન ફસાયો છે તેની નજીક પહોચતા જ અલાર્મ તેજ થઇ જશે જેનાથી જવાન ને ફસાયેલા સ્થળથી કાઢવાની પર્ક્રિયા જલ્દી શરુ કરી સક્સે.  સુમિત કહે છે કે આ સૂઝ બનાવતા લગભગ ૧૫ થી ૧૬ હજાર ખર્ચ થયો છે. જો આના પર કામ કરવામાં આવે તો આની કીમત હજુ ઓછી થઇ સકે છે અને તેના સિગ્નલ ની રેંજ પણ વધારી સકાય છે. સ્માર્ટ સૂઝ ને બનવા માટે રેડિયો ટ્રાન્સમીટર રીસીવર, ચાર્જેબલ બેટરી, હૈડ રોટેડ ચાર્જીંગ, અલાર્મ અને પ્રેસર સેન્સર નો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *