લાખો રૂપીયા ની નોકરી છોડી આ યુવાને ગધેડી નુ દુધ વેંચવાનુ ચાલુ કર્યુ ! હવે એટલી કમાણી કરે કે જાણી ને તમારી આંખો ફાટી જશે…

હાલ એક ખુબજ ચોકાવનારો કિસ્સો સામો આવી રહ્યો છે જેમાં એક વ્યક્તિ તેની સારામાં સારી જોબ મુકીને ગધેડાનું દુધનો કારોબાર કરી લાખો રૂપિયા કમાઈ છે. જે ખુબજ આશ્ચર્યજનક બાબત છે જેને જોઈ બીજા લોકો પણ આ કારોબારને ગંભીરતા પૂર્વક લઇ રહ્યા છે IT કંપનીમાં વ્હાઈટ કોલર જોબ (IT Sector Job) મળે તે મોટા ભાગના યુવાનોનું સ્વપ્ન હોય છે. પરંતુ કેટલાક લોકો આવી જોબને લાત મારીને કંઈક આશ્ચર્યજનક કરે છે

કર્ણાટક દક્ષિણ કન્નડા જીલ્લામાં ૪૨ વર્ષીય આ યુવક સોફ્ટવેર કંપનીમાં જોબ ગધેડાનાં કારોબાર શરુ કર્યો છે તેમજ નવાઈની વાત તો એ છે કે તેને આ કારોબારમાં iT કંપનીનાં પગાર કરતા પણ વધારે કમાણી થાય છે. આ બિઝનેસમાં તેને ૪૦ ગધેડા રાખ્યા અને અત્યાર સુધીમાં તેને ૧૭ લાખ રૂપિયાના ઓર્ડર પણ મળી ગયા છે. જે લોકો શરૂઆતમાં આ બિઝનેસની હસી ઉડાવતા હતા તે લોકો પણ આ બિઝનેસને ગંભીરતાથી લઇ રહ્યા છે.

આમ શ્રીનીવાસ હવે જુદા જુદા પેકમાં ગધેડાનું દૂધ સપ્લાઈ કરે છે શ્રીનિવાસ એક આઈટી પ્રોફેશનલ છે અને તે ગધેડીના દૂધના 30 મિલીનું પેકેટ 150 રૂપિયામાં વેચે છે. એટલે કે એક લિટર દૂધનો ભાવ 5000 રૂપિયા જેટલો થયો. આ પ્રોડક્ટ મોલ, શોપ્સ અને સુપરમાર્કેટ દ્વારા વેચાય છે. અને શ્રીનીવાસને આ બિઝનેસમાં તેની જૂની જોબ કરતા વધારે કમાણી થાઈ છે.

શ્રીનિવાસે લગભગ અઢી એકરની જગ્યામાં ગધેડાના ફાર્મ નું કામ શરુ કર્યું હતું. અને પુરા કર્ણાટક માં આ પ્રકારનું આ પ્રથમ ફાર્મ છે તેમ જોવા મળી રહ્યું છે. અને આખા દેશમાં આ બીજો ફાર્મ છે. આમ તેમણે જણાવ્યું હતું કે ‘ગધેડીનું દૂધ બહુ સ્વાદિષ્ટ હોય છે, તેની બહુ કિંમત ઉપજે છે અને ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. ગધેડીના દૂધનો ઉપયોગ બ્યૂટી પ્રોડક્ટ બનાવવામાં થાય છે અને આગામી દિવસોમાં તેની ભારે માંગ જોવા મળે તેવી શક્યતા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *