કારગીલ યુધ્ધમાં શહીદ થયેલા ઉપલેટાના જવાનને મળ્યું મોટું સન્માન ! રમેશભાઈ જોગલ..
૬-૭-૧૯૯૯ ના રોજ રમેશ વિક્રમભાઈ જોગલ કારગીલ લડાઈમાં વીરગતિ પામ્યા હતા ,જેમની ભવ્ય સ્મારક ઉપલેટા નજીક પોરબંદર હાઈવે પર આવેલ યાદવ હોટલ ની બાજુમાં બનાવવામાં આવ્યું .
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના મેવાસા ગામના અને ૧૯૯૯ માં કારગીલ યુધ્ધમાં શહીદ થયેલ રમેશ વિક્રમભાઈ જોગલ ૧/૬/૧૯૮૦ ના રોજ એક વીર જવાને જન્મ લીધો હતો તેનું નામ રમેશ . જે કારગીલ લડાઈમાં અદમ્ય સાહસ અને પરાક્રમી થી લડીને તા.૬/૭/૧૯૯૯ના રોજ વીરગતિ પામ્યા હતા .
મોટાભાઈ ના હસ્તે સ્મારક નું કરવામાં આવ્યું હતું ભૂમિ પૂજન :ભારત દેશના યદુવંશી આહીર ક્ષત્રીય જ્ઞાતિ ની દેશભક્તિ અનેરી છે ત્યારે સૌરાષ્ટ્ર ની ભૂમિ પર તેનું સ્મારક હોવું જરૂરી છે જેથી કરી આહીર યુવાનો દેશભક્તિ માટે પ્રેરાય અને રમેશભાઈ જોગલ ને સાચી શ્રદ્ધાંજલિ આપી શકએ એ હેતુથી ઉપલેટા નજીક પોરબંદર હાયવે પર આવેલ યાદવ હોટલની બાજુમાં શહીદ વીર રમેશભાઈ જોગલનું ભવ્ય સ્મારક બનાવવામાં આવ્યું છે અ શહીદ વીર રમેશભાઈ જોગલ ના મોટાભાઈ હમીરભાઈ જોગલ ના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું .
આ સ્મારક તૈયાર થતા આજરોજ અનાવરણ કાર્યક્રમ માં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ,સાંસદ રમેશ ધડુક ,પૂર્વ મંત્રી જવાહર ચાવડા ,બાબુભાઈ બોખીરીયા,વાસણભાઈ આહીર ,વિક્રમભાઈ માડમ ,ભગવાનજીભાઈ બારડ ,કોંગેસ ધારાસભ્ય અંબરીશ ડેર ,લલિત વસોયા ,કાંધલ જાડેજા , મુળુભાઈ બેરા,તેમજ કર્નલ પ્રમોદ રમેશભાઈ અંબાસના, માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ના પ્રમુખ જીતેન્દ્ર નિમાવત સહિતના અનેક રાજકીય આગેવાનો ,સામાજિક આગેવાનો તેમજ નિવૃત ફૌજીઓ ખાસ ઉપસ્થિતિ માં રહ્યા હતા.
વીર શહીદ રમેશ જોગલ ની પ્રતિમાનું કારગીલ યુધ્ધના રોયલ હીરો પરમવીર ચક્ર કેપ્ટન યોગેન્દ્રસિંહ યાદવ ના અને વીર શહીદ રમેશ જોગલ માં માતૃશ્રી જશીબેન ના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું .તથા યોગેન્દ્રસિંહ યાદવેવધુ માં જણાવ્યું હતું કે આવા વીર યુવાનો માટે એક આહીર રેજીમેન્ટ નું નિર્માણ કરવા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી તેમજ અન્ય એક કેપ્ટન દ્વારા સૈનિકો ની ૧૪ માંગો છે જેમાં મુખ્ય માંગ જે સૈનિકો વીરગતિ પામે તેમને એક લાખના બદલે એક કરોડ રૂપિયા આપવામાં આવે આવી માંગણી પણ કરવામાં આવી હતી .વધુ માં ઉલ્લેખનીય છે કે આ કાર્યકમ માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ધોરાજી ઉપલેટા ના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અનાવરણ વિધિના મંચ પર બંને સાથે જોવા મળ્યા હતા .