પરવીન બાબી સાથે ખ્યાતનામ કલાકારો એ કર્યું હતું આવું..!

પરવીન બાબી 70ના દાયકાની ગ્લેમરસ અને બોલ્ડ હિરોઈનોમાંની એક હતી. તે સમયે પરવીન બાબીએ પોતાની બોલ્ડનેસના કારણે પડદા પર ઘણો જ ખળભળાટ મચાવ્યો હતો. પરવીન આજે પણ એક એવી વ્યક્તિ છે, જે દુનિયાને અલવિદા કર્યા પછી પણ લોકોના દિલોદિમાગમાં રહે છે. પરવીનને ભલે તેના કામમાં નામ મળ્યું હોય, પરંતુ તેનું અંગત જીવન ખૂબ જ અધૂરું હતું. પરવીને તે સમયે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. તે સમયની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક હતી. 4 એપ્રિલે તેમની 72મી જન્મજયંતિ છે. આ અવસર પર ચાલો જાણીએ પરવીનના જીવનની કેટલીક રસપ્રદ વાતો.

પરવીનનો જન્મ 4 એપ્રિલ 1949ના રોજ જૂનાગઢમાં મુસ્લિમ પરિવારમાં થયો હતો. પરવીનના પિતાનું 10 વર્ષની વયે અવસાન થયું હતું. 1972માં મૉડલિંગથી કરિયરની શરૂઆત કર્યા બાદ તેને ટૂંક સમયમાં ફિલ્મોમાં પણ કામ મળ્યું. પરવીનના કરિયરની પહેલી ફિલ્મ 1973માં આવેલી ચરિત્ર હતી. આ ફિલ્મે બહુ કમાલ ન કરી, પરંતુ પરવીનનું કરિયર આગળ વધ્યું.

પરવીન બાબીએ અમિતાભ બચ્ચન સાથે 70થી 80ના દાયકામાં અમર અકબર એન્થોની, દીવાર, નમક હલાલ, કાલિયા, કાલા પથ્થર, શાન જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. અમિતાબ બચ્ચન સાથે કરેલી પરવીન બાબીની લગભગ તમામ ફિલ્મો સુપરહિટ સાબિત થઈ હતી. તે સમયગાળા દરમિયાન, તેણીએ પ્રખ્યાત ટાઇમ મેગેઝીનના કવર પર દેખાતી પ્રથમ ભારતીય અભિનેત્રી બનવાનો ખિતાબ પણ જીત્યો.

પરવીન બાબીનું ઘણા કલાકારો સાથે અફેર રહ્યું છે. મોટાભાગની ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવનાર ડેની ડેન્ઝોગ્પા અને પરવીન બાબી લગભગ 4 વર્ષથી રિલેશનશિપમાં હતા. બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું. પરવીન બાબી અને કબીર બેદી ડેની સાથે અલગ થયા પછી નજીક આવ્યા. આ રિલેશનશિપમાં પણ કંઈ ખાસ ન થયું અને બંને અલગ થઈ ગયા. કબીર બેદી સાથેના બ્રેકઅપ બાદ પરવીન બાબી પરણિત મહેશ ભટ્ટને પસંદ કરવા લાગી હતી, પરંતુ સિગારેટ, દારૂના કારણે તે ખૂબ જ બીમાર રહેવા લાગી હતી. આ કારણે મહેશ ભટ્ટે પણ તેને છોડી દીધી હતી.

દારૂ અને સિગારેટના કારણે પરવીન બાબીને સ્કિઝોફ્રેનિયા હોવાનું નિદાન થયું હતું. જેના કારણે 20 જાન્યુઆરી 2005ના રોજ તેમનું અવસાન થયું હતું. ત્રણ દિવસ સુધી આ વાતની કોઈને ખબર પડી નહીં. રિપોર્ટ અનુસાર ત્રણ દિવસથી તેના ઘરની બહાર દૂધ અને અખબારો પડ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર તેણે દારૂ પીધો હતો અને ખાવાનું ખાધું હતું. તે સિવાય કંઈ નથી. આ રીતે પરવીન એક દર્દનાક રહસ્ય બનીને રહી ગઈ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.