રોપ વે મા અધવચ્ચે અટક્યો જીવ ! વિડીઓ જોઈ સ્વાસ અધ્ધર થય જશે… જાણો ક્યા ની ઘટના…

આજના સમય માં વ્યક્તિ પર મુશ્કેલી ક્યારે આવી પડતી હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. અને ક્યારે જીવ લેણ ખુબજ ગંભીર મુશ્કેલી આવી પડે છે તે પણ કોઈ ને ખબર હોતી નથી વ્યક્તિને તેનો સામનો કરવો પણ ખુબજ અઘરો પડતો હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો કિસ્સો સામો આવ્યો છે જોકે તેમાં કોઈને જાનહાની થઇ નથી. આ અકસ્માતમાં હિમાચલ પ્રદેશના સોલન જીલ્લામાં ટ્રીબલ ટ્રેલ રોપવે અધવચ્ચે અટકાઈ ગયો છે. જેથી હવામાં આ કેબલ કાર ફસાઈ ગઈ હતી.

ફસાયેલી કેબલ કાર માં લોકો ને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. આમ ૩ કલાકની ખુબજ મહેનત બાદ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. અને એક ગંભીર અકસ્માત થતા અટક્યો હતો. આ અકસ્માત ટેકનીકલ ખામીના લીધે થયો હતો. જે પછી આ રેસ્ક્યુ ઓપરેશન દ્વારા લોકોને સુરક્ષીત બહાર કાઢવામાં આવ્યા હતા.

તેમજ સોલન જીલ્લા પોલીસ વડાના જણાવ્યા અનુસાર ‘મુસાફરોને બચાવવા માટે કેબલ પર ટ્રોલી લગાવવામાં આવી હતી. બચાવ સાધનોની મદદથી મુસાફરોને કૌશલ્યા નદીની ખીણમાં નીચે ઉતારવામાં આવી રહ્યા છે. ટિમ્બર ટ્રેઇલ ઓપરેટરની ટેકનિકલ ટીમ તૈનાત છે અને પોલીસ ટીમ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. SDM ધનબીર ઠાકુરે જણાવ્યું કે NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.’

તેમજ એક વ્યક્તિએ જણાવ્યું કે તે દોઢ કલાકથી ટ્રોલીની અંદર ફસાયેલો છે.અને કોઈ મદદ મળી નથી. અને સોલનના કોંગ્રેસના ધારાસભ્ય કર્નલ ધની રામ શાંડિલે જણાવ્યુ કે, ડીસી સાથે વાતચીત કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ બધાને બહાર કાઢવામાં આવશે અને સેનાની મદદ લેવામાં આવશે. આ કેબલ કાર રસ્તાની વચ્ચે જ અટકી ગઈ હતી અને તેના કારણે સમસ્યા સર્જાઈ હતી. જો કે, હાલ બધાને સુરક્ષિત બહાર કાઢી નાખવામાં આવ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.