ફક્ત ૮૦ રૂપિયાથી શરુ કરેલી લિજ્જત પાપડની કંપની હાલ કરે છે આટલા કરોડનો વકરો! ખુબજ રસપ્રદ છે આ કંપનીનો ઈતિહાસ…જાણો

મિત્રો આ દુનિયામાં જી પણ કામ કરવું હોઈ ટીની પાચલ આપનો પૂરો સંઘર્ષ તેમજ જેમ તમે જાણોજ છો કે જીવનમાં કંઈક નવું કરવા માટે ખુબજ મહેનત અને પરિશ્રમ આપવો પડતો હોઈ છે તયારે વ્યક્તિને સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોઈ છે. તેમજ ઘણી વખત વ્યક્તિતેની સફળતા પાછળની કહાની ખુબજ રસપ્રદ હોઈ છે તિવીજ રીતે સાત મિત્રો અને ગૃહિણીઓ દ્વારા શરૂ કરાયેલ લિજ્જત પાપડ આજે એક સફળ અને પ્રેરણાદાયી વાર્તા બની ગઈ છે. જેની સફળતાની કહાની સાંભળી તમને ૧૦૦% ગમશે.


વાત કરીએ તો આ લિજ્જત પાપડની શરૂઆત 1959માં મુંબઈમાં રહેતા જસવંતી બેન અને તેમના છ મિત્રોએ કરી હતી. આમ લિજ્જત પાપડ શરૂ કરવા પાછળ આ સાત મહિલાઓનો હેતુ ઉદ્યોગ શરૂ કરવાનો કે વધુ પૈસા કમાવવાનો નહોતો. આના માધ્યમથી તે પોતાના પરિવારના ખર્ચમાં પોતાનો હાથ વહેંચવા માંગતી હતી. આ મહિલાઓ વધુ ભણેલી ન હોવાથી ઘરની બહાર કામ કરવામાં પણ તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ ગુજરાતી મહિલાઓએ પાપડ બનાવવા અને વેચવાનું આયોજન કર્યું, જે તેઓ ઘરે બનાવી શકે.


આમજે બાદ જસવંતી જમનાદાસ પોપટે નક્કી કર્યું કે તે અને પાર્વતીબેન રામદાસ થોડાણી, ઉઝમબેન નારણદાસ કુંડલિયા, બાનુબેન તન્ના, લગુબેન અમૃતલાલ ગોકાણી, જયાબેન વિઠ્ઠલાણી પાપડ બનાવવાનું કામ શરૂ કરશે. તેની સાથે બીજી એક મહિલા પણ હતી, જેને પાપડ વેચવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ પાપડ બનાવવાની યોજના બનાવવામાં આવી હતી, પરંતુ તેને શરૂ કરવા માટે પૈસાની જરૂર હતી. આ પૈસા માટે આ સાત મહિલાઓ સર્વન્ટ્સ ઑફ ઈન્ડિયા સોસાયટીના પ્રમુખ અને સામાજિક કાર્યકર છગનલાલ પારેખ પાસે પહોંચી, જેમણે તેમને 80 રૂપિયા ઉછીના આપ્યા. તે પૈસાથી મહિલાઓએ પાપડ બનાવવાનું મશીન ખરીદ્યું અને પાપડ બનાવવા માટે જરૂરી વસ્તુઓ પણ ખરીદી.


તેમજ આ પછી, શરૂઆતમાં પાપડના ચાર પેકેટ બનાવ્યા પછી, આ મહિલાઓએ તેને એક મોટા વેપારીને વેચી દીધા. ત્યારબાદ વેપારીએ તેની પાસે વધુ પાપડની માંગણી કરી. આ મહિલાઓને મહેનત ફળ મળ્યું અને તેમનું વેચાણ દિવસેને દિવસે ચારગણું વધતું જ ગયું. છગનલાલને વધારે ઉત્તમ પાપડ બનાવવાનો વિચાર આપ્યો, જેમાં તેમણે પાપડની ગુણવત્તા સાથે કોઈપણ રીતે બાંધછોડ ન કરવાની સલાહ આપી. આમ વધુમાં તમને જણાવીએ તો આ સાત મહિલાઓનું આ જૂથ એક સહકારી વ્યવસ્થા બની ગયું.


આમ જેમાં 18 વર્ષથી ઉપરની જરૂરિયાતમંદ મહિલાઓને જોડવામાં આવી હતી. લિજ્જત પાપડના ધંધામાં તેમને રૂ. 6196ની વાર્ષિક આવક આપવામાં આવી અને ટૂંક સમયમાં હજારો મહિલાઓ તેમાં જોડાઈ ગઈ.સાત મિત્રો અને ગૃહિણીઓ દ્વારા શરૂ કરાયેલ લિજ્જત પાપડ આજે એક સફળ અને પ્રેરણાદાયી વાર્તા બની ગઈ છે. આમ તમને જણાવીએ તો હાલમાં, ભારતમાં આ જૂથની 60 થી વધુ શાખાઓ છે, જેમાં 45 હજારથી વધુ મહિલાઓ કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે લિજ્જત પાપડને વર્ષ 2002માં ઈકોનોમિક ટાઈમ્સ દ્વારા બિઝનેસ વુમન ઓફ ધ યર એવોર્ડ, 2003માં દેશનો સર્વશ્રેષ્ઠ કુટીર ઉદ્યોગ પુરસ્કાર અને દેશના તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ એપીજે અબ્દુલ કલામ દ્વારા 2005માં બ્રાન્ડ ઈક્વિટી એવોર્ડ મળ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *