૧૫૦ નિરાધાર અને ગરીબ દીકરીની માં બનીને લગ્ન કરાવેલ છે લીલાબાઈએ! પોતે માતા ન બની શકે પણ…પૂરી વાત જાણીને તમે પણ વાહ વાહ કરશો

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે કિન્નરોનું જીવન કેટલું કઠીન હોય છે, લોકોએ હાલના સમયમાં જાણે તે બીજા કોઈ પ્રજાતિના હોય તેવી રીતે વર્તાવ કરતા હોય છે, એટલું જ નહી ઘણા લોકોતો તેવોની મજાક પણ ઉડાવતા હોય છે. એવામાં એવી જ એક કિન્નરે એવું કાર્ય કર્યું છે કે જે ઘણા લોકો વિચારી પણ નથી શકતા, તો ચાલો તમને પૂરી વાત જણાવીએ.

રાજસ્થાનમાં બાડમેર શહેરમાં લીલાબાઈ પોતે કિન્નર હોવાને લીધે માતા બની શકે તેમ નથી, પણ તે પોતાની પ્રેમ ભાવનાને લીધે હાલ ૧૫૦ દીકરીની માતા બનેલી છે. જણાવી દઈએ કે લીલાબાઈએ લગભગ ૩૦ વર્ષમાં ૧૫૦ ગરીબ અને નિરાધાર દીકરીના લગ્ન કરાવી ચુક્યા છે, એટલું જ નહી લગ્ન પેહલા અને લગ્ન પછીના આવતા તમામ ખર્ચને પણ લીલાબાઈ જ કરે છે. આવી વાત સાંભળીને તમને પણ લીલાબાઈને સલામ કરવાનું મન થતું હશે.

વિવાહિત યુવતીઓ જ્યારે પણ પોતાના મોસાળ આવે ત્યારે તેઓ સૌ પ્રથમ લીલાબાઈના આશીર્વાદ લેવા જાય છે અને પછી જ પોતાના માતા-પિતા પાસે જાય છે કારણ કે લીલાબાઈએ દીકરી માટે એક સગી માતા જેવું કામ કર્યું છે. લીલાબાઈને પેહલી દીકરી ૩૦ વર્ષ પેહલા મળી હતી જે ખુબ જ ગરીબ પરિવારથી તાલ્લુક રાખતી હતી, આથી લીલાબાઈએ તેને પોતાની પાસે રાખી તેનો તમામ ખર્ચ ઉઠાવીને તેના લગ્ન પર કરાવી દીધા હતા.

આ લગ્ન કરાવ્યા પછી લીલાબાઈ એટલા બધા ઉસ્તાહિત થયા કે તેણે વિચારી લીધું કે તે આગળ પણ કોઈ ગરીબ અને નિરાધાર દીકરીને સહારો આપશે અને તેનો લગ્ન સુધીનો અને લગ્ન પછીનો તમામ ખર્ચ તે પોતે ઉઠવશે. જે પછી લીલાબાઈ આસપાસના ગામ અને શહેરની અનેક નિરાધાર દીકરીઓ જે ખુબ ગરીબ પરિવારથી આવે છે તેવોને સહારો આપ્યો અને પછી પોતાના ખર્ચે લગ્ન પર કરાવી દીધા.

લીલાબાઈ હાલ ૧૫૦ દીકરીની માતા છે તેમ પણ કહી શકાય, એટલું જ નહી લીલાબાઈ ફક્ત દીકરીની મદદ જ નહી પણ પશુપ્રેમી પણ છે. તેઓ ગાયો માટે ગૌશાળામાં ચારો પછી રખડતી ગાયો માટે રસ્તામાં પાણી મળી રહે તેવી તમામ સુવિધાઓ કરી આપે છે. તેઓના આવા કોમળ અને પ્રેમ સ્વભાવને કારણે જ હાલ સૌ કોઈ લીલાબાઈને ખુબ સન્માન આપે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *