લોકસાહિત્યકાર દેવાયત ખવડ છે 6 દિવસથી લાપતા, તેમ છતાં કોર્ટમાં આપી જામીન અરજી…. રાજકોટ પોલીસ
મિત્રો તમે જાણતાજ હશો કે હાલમાં દેવાયત ખવડ ખુબજ મોટી મુશ્કેલીમાં મુકાય ગયા છે તેના પર મારપીટના આરોપો લાગ્યા છે. એક યુવકને માર માર્યો હોવાની ફરિયાદ પણ ઈજાગ્રસ્ત યુવકે કરી છે. આ સમગ્ર ઘટના રાજકોટમાં બાની હતી. જે બાદ લોકસાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લા છ દિવસથી પોલીસથી નાસ્તા ભાગતા ફરે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા વખતે દેવાયત ખવડે મયુરસિંહ રાણા પર પાઇપ વડે હુમલો કર્યો હતો. આ કેસમાં હવે દેવાયત ખવડે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરી છે
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ લોક સાહિત્યકાર અને “રાણો રાણાની રીતે” ફેઈમ દેવાયત ખવડ વિવાદમાં આવ્યા છે. 7 ડિસેમ્બરના રાજકોટના બિલ્ડર મયુરસિંહ રાણા પર સર્વેશ્વર ચોકમાં હુમલો કરવાના કેસમાં છ દિવસથી ફરાર છે. આ ઘટનામાં મયુરસિંહ રાણા પર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે રાજકોટ એ-ડિવિઝન પોલીસે હત્યાની કૌશિશનો ગુનો દાખલ કર્યો છે.
રાજકોટ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી 6 દિવસ થી શોધખોળ કરી રહી છે. પરંતુ હાજી પણ દેવાયત ખવડ પકડમાં નથી આવ્યા. હાલમાંજ એક મોટા સમાચાર સામા આવી રહ્યા છે. લોકસાહિત્યકાર ભાગેલું દેવાયત ખવડે તેના વકીલ મારફતે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરી છે. તેમજ તમે જાણતાજ હશો કે આ ઘટનાનો CCTV ફૂટેજ પણ સામે આવી રહ્યો છે
આમ તેમાં જેમાં બે યુવક મયુરસિંહ રાણાને માર મારતા નજર આવી રહયા છે આમ વધુમાં દિવ્ય ભાસ્કર અહેવાલ મુજબ પોલીસના સૂત્રોનું માનીએ તો દેવાયત ખવડ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે નિકટ સંબંધ ધરાવે છે. આરોપીઓ સામે કડક વલણ રાખવાનો દાવો કરતા અધિકારીઓ કેમ દેવાયત ખવડ સામેની તપાસમાં ઢીલાશ રાખી રહ્યા છે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો