બાળકનો આત્મવિશ્વાસ તો જુઓ! શિક્ષકે ૧૨નો ઘડીયો સંભળાવાનું કહ્યું તો બાળકે…જુઓ આ ફની વિડીયો
હાલ સોશિયલ મીડિયા પર અવારનવાર એવા ઘણા ફની વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઇને લોકો હસી પડતા હોય છે. સોશિયલ મીડિયાનો પ્રભાવ લોકો પર એટલો બધો વધી ગયો છે કે નાના બાળકોથી લઈને મોટા યુવાનો સુધીના તમામ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. એવામાં હાલના સમયમાં એક બાળકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળકને તેના શિક્ષક ૧૨નો ઘડીયો બોલવાનું કહે છે પણ બાળક આ ઘડીયો એવો બોલે છે કે જેને જોઇને વિડીયો જોનારનું હાસ્ય છુટી જાય છે.
મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે શિક્ષણએ બાળકો માટે કેટલી જરૂરી વસ્તુ છે. માતા-પિતા પોતાના બાળકોને આગળ વધારવા માટે સ્કુલે મોકલે છે અને બાળક પણ પોતાનું ધ્યાન લગાવીને ભણતો જોવા મળે છે. એવામાં આ વાયરલ વિડીયોમાં એવું કઈક થાય છે જેને જોઇને સૌ કોઈનું હાસ્ય છુટી ગયું છે.
વિડીયોમાં જોઈ શકાય છે કે એક બાળકને તેના શિક્ષક પૂછે છે કે ટુ ૧૨નો ઘડીયો બોલ તો પછીતે એટલા આત્મવિશ્વાસ સાથે ૧૨નો ખોટો ઘડીયો બોલે છે કે લોકોને એવું લાગે છે કે આ બાળક સાચો ઘડીયો બોલી રહ્યો છે પણ શિક્ષકને ખબર છે કે બાળક ખોટો ઘડીયો બોલી રહ્યો છે જે પછી શિક્ષક ૧૩ અને ૧૪નો પણ ઘડીયો બોલવાનું કહે છે, આ બંને ઘડિયા પર બાળક ખુબ આત્મવિશ્વાસ સાથે બોલી જાય છે પણ આ તમામ ઘડિયા સાવ ખોટા હોય છે. બાળક ઘડિયા બોલતી વખતે જે આત્મવિશ્વાસ બતાવે છે તે જોવા લાયક છે.
View this post on Instagram
બાળક પોતાના પર એટલો બધો આત્મવિશ્વાસ રાખે છે કે જાણે તે બધું સાચું જ બોલતો હોય. તમને જણાવી દઈએ કે આ વિડીયો bhutni_ke_memes નામના instagram એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો, લોકો આ વિડીયોને વાંરવાર જોઈ રહ્યા છે અને પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. વિડીયોના કમેન્ટમાં એક યુઝર જણાવે છે કે “સ્કુલ તો ખુલ્લી ગઈ પણ બાળકનું મગજ ક્યારે ખુલશે.” આવી ઘણી ફની કમેન્ટ યુઝરોએ આપી હતી.