ખેડૂતની દરિયાદિલી તો જુવો ! શાળા માટે પોતાની જમીન આપી દીધી…

જયારે ભારત ભણશે તો જ ભારત આગળ વધશે ,તમે ઘણી વાર આવું TV પર કે કોઈ સમાચારમાં વાચ્યું કે જોયું હશે જેમાં સ્કુલની શિક્ષા નું મહત્વ સમજાવતા જોવા મળે છે.પરંતુ સાચી રીતે માત્ર વિજ્ઞાપન  કે TV પર શિક્ષા અંગે કહેવા પુરતું માર્યાદિત નથી પરંતુ આના માટે કઈક  કરવું પણ જરૂરી બને છે. આવું જ કઈ કરી બતાવ્યું છે મધ્યપ્રદેશ ના રહેવાસી એક ખેડૂતે .જેમણે સ્કુલના નિર્માણ માટે પોતાની ૪ વીઘા જમીન દાનમાં આપી દીધી.

આ જમીનની કિંમત લગભગ ૨૫ લાખ રૂપિયા હતી. પરંતુ ખેડૂતને ગામના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પૈસા થી વધુ બાળકોના ભણતરને મહત્વ આપ્યું અને દેશના આવનારા ભવિષ્ય માં  સારું કર્મ કર્યું હોય એવું અનુભવી રહ્યા છે આવા લોકો જ દેશમાં અનોખી મિસાઈલ કાયમ કરતા હોય છે જે કહેવા કરતા કરવામાં વિશ્વાસ રાખે છે . વાતો કરવી સહેલી છે પરંતુ કરી બતાવવું અઘરું છે.

ભારત એક કૃષિ પ્રધાન દેશ છે જ્યાં લગભગ ૬૦ થી ૭૦ % લોકો ખેતી પર નિર્ભર છે તે લોકો ખેતી કરીને જ પોતાની જરૂરિયાત પૂરી કરતા હોય છે. દરેક ખેડૂત ના માટે પોતાની જમીન અને ખેતીથી વિશેષ કઈ હોતું નથી . પરંતુ મધ્યપ્રદેશ માં રહેનાર બૃજેન્દ્ર સિંહ રધુવંશી નામના આ ખેડૂતે જમીન થી વધારે ભણતરને મહત્વ આપ્યું છે.

મધ્યપ્રદેશ ના અશોકનગર જીલ્લામાં આવેલા મહીદ્પુર ગામમાં રહેનાર ખેડૂત બૃજેન્દ્ર સિંહ એ સ્કુલના નિર્માણ માટે પોતાની ૪ વીઘા જમીન દાનમાં આપી દીધી. કેમકે સ્કુલ બનાવવા માટે જમીનની કમી હતી .બૃજેન્દ્ર સિંહ એ જે જમીન મફતમાં  સ્કૂલને બનાવવા આપી  તે જમીનની કીમત હાલમાં લગભગ ૨૫ લાખ રૂપિયા છેવાસ્તવમાં મહીદ્પુર ગામમાં એક સરકારી સ્કુલ ના નિર્માણ કરવાનું હતું જેના માટે ૧૦ વીઘા જમીન ની જરૂર  હતી .

પરંતુ સ્કુલ પ્રશાશનને માત્ર ૬ વીઘા જ જમીન મળી શકી  જેના કારણે સરકારે બીજા ગામમાં સ્કુલ બનાવવાનો નિર્ણય લીધો .આવામાં જયારે ખેડૂત બૃજેન્દ્ર સિંહ ને ખબર પડી તો તેમણે સ્કુલ ના પ્રશાશન ની સાથે વાત કરી ૪ વીઘા જમીન તેમને દાનમાં દેવાનો નિર્ણય લીધો .જે જગ્યાએ સકુલનું નિર્માણ કરવાનું છે ત્યાં બૃજેન્દ્ર સિંહની જમીન ૪ વીઘા જમીનને જોડાયેલી જ છે.આવામાં બૃજેન્દ્ર સિંહ નહોતા ઇચ્છતા કે જમીનની ઘટ ના કારણે સ્કુલને  બીજા ગામે બનાવામાં આવે .

કારણ કે તેના લીધે મહીદ્પુર ગામના બાળકોને બીજા ગામમાં  જવા ખુબ લાંબો સફર કરવો પડતો ,અને મોટાભાગના લોકો બાળકોને સ્કુલ દુર છે તે કારણે ભણવા ના મોક્લેત આથી તેઓ ભણતરથી વંચિત રહેત .આવામાં બૃજેન્દ્ર સિંહ એ પોતાની પુસ્તેની જમીન સ્કુલના નિર્માણ માટે દાન માં આપી દીધી .જેના કારણે આખા પરદેશમાં તેમની દરિયાદિલી અને નેકીના વખાણ કરવામાં આવ્યા

આ પહેલી વાર નથી બન્યું કે બૃજેન્દ્ર સિંહ ના પરિવાર દ્વારા આ પહેલી વાર જમીન દાન કરવામાં આવી હોય પરંતુ ૪૦ વર્ષો પહેલા તેમના પૂર્વજ સ્વર્ગવાસી નથનસિંહ રઘુવંશી એ પણ સ્કુલના નિર્માણ માટે જમીન દાન કરવાનું કામ કરતા ગયા હતા .

બ્રિજેન્દ્ર સિંહ દ્વારા જમીન દાન કાર્ય બાદ સ્કુલના પ્રશાશન એ બીજા ગામમાં સ્કુલ નું નિર્માણ કરવાનો વિચાર બદલી નાખ્યો  હતો જેના પછી જમીનની માપની અને નેક કામો શરું કરવામાં આવ્યા હતા . આવામાં ઉમ્મીદ  કરવામાં આવી રહી છે કે,જલ્દી જ સ્કુલ નું નિર્માણ કાર્ય શરુ થઇ જશે ,જેનાથી ત્યાં રહેવાવાળા બાળકોને સારી શિક્ષા પ્રાપ્ત થશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *