ગાય માટે નો પ્રેમ તો જુવો ! કે ગાયના મૃત્યુ પછી રાજકોટના આ વ્યક્તિ એ તેનો અંતિમ સંસ્કાર કરી ગાયને…..

હાલમાં સબંધો કોની સાથે બની જાય તેની જાણ નથી રહેતી. લોકો વચ્ચે સંબંધ જેમ સારા બને છે તેમ તેઓ ની લાગણી વધારે મજ્બુત થાય છે.  તેમ જ હવે પશુઓ માં પણ લાગણીના સબંધો  જોવા મળ્યું છે એમાં પણ ગાય સાથે ના સબંધ ની તો  વાત જ ના પૂછો લોકો ગાય ની સાથે લાગણી ભર્યા સબંધો થી જોડાયેલા હોય છે કે ગાય પણ તે વ્યકતી ની લાગણી ને માન આપી તેની સામે પ્રેમ ન્યોછાવર કરતી જોવા મળે છે. આવો જ એક ગાય અને રાજકોટની ગૌસલાના એક વ્યક્તિ  વચ્ચે અનેરો જ સબંધ જોવા મળ્યો છે. 

જેમાં પોતાની લાડલી ગાયનું મૃત્યુ થતા આ વય્ક્તિ એ એક માણસ ના અંતિમ સંસ્કાર ની જેમ જ તમામ વિધિ પૂર્વક ગાય ની સમાધિ આપવામાં આવી હતી.રાજકોટ જીલ્લાના ગોંડલ શહેરના ગંજીવાડા રોડ પાસે આવેલા લક્ષ્મી ગીર ગૌશાળામાં કુંઢી ગાયનું મૃત્યુ થતા સંચાલકો દ્વારા પરિવારના સદસ્યની જેમ સમશાન યાત્રા કાઢવામાં આવી હતી. અને નાગડકા રોડ પર સમાધી આપવામાં આવી હતી. આ દુઃખદ પ્રસંગે સંચાલોકોની આંખો માંથી અશ્રુધારા  વહી હતી.

કુંઢી ગાયનું મૃત્યુ થવાને કારણે ગૌશાળા એ જાણે એક સદસ્ય ને ગુમાવ્યો હોય આવી  દુખની લાગણી  અનુભવી હતી.આ અંગે માહિતી મળ્યા અનુસાર લક્ષ્મી ગીર ગૌશાળા નું સંચાલન જીગ્નેશભાઈ રૈયાની દ્વારા કરવામાં આવી રહ્યું છે જે ત્યાં ઉપસ્થિત તમામ ગાયો ને એક સદસ્ય ની જેમ જ માને છે આથી જયારે આજ ગૌશાળા માં રહેતી એક  કુંઢી ગાયનું જયારે મૃત્યુ થયું તો તેઓ અંદર  થી બહુ ભાંગી પડ્યા હતા આ ગાય તેમની બહુ લાડકી હતી. 

આથી જયારે  આ ગાયનું મૃત્યુ થયું તો ગૌસલાના સંચાલકો એ આ ગાયને સોળે સળગાર સજાવી ને વાજતે ગાજતે સમશાન યાત્રા યોજી હતી આ સમશાન યાત્રા નાગડકા રોડ પર આવેલા અન્ય ગૌશાળા ની જગ્યામાં સમાધિ આપવામાં આવી હતી. જેમ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેની વિધિ અને સંસ્કાર કરવામાં આવી જ રીતે આ ગાયની પણ મૃત્યુ પછી ની તમામ વિધિ કરવામાં આવી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *