નાના એવા બાળકની ખાનદાની જુઓ ! લાખ રૂપિયાનો ચેન મળતા જે કર્યુ તેના વખાણ કરતા થાકી જશો…
મિત્રો ઘણીવાર તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે આજનો યુગ બિલકુલ સારો નથી, એક પૈસા માટે લોકો પર વિશ્વાસ કરવો એ મુશ્કેલ છે. એ વાત પણ સાચી છે કે આજના જમાનામાં પૈસા માટે ભાઈ-બહેન, શું લોકો જન્મ આપનાર માતાને પણ મારી નાખે છે. કળિયુગમાં પૈસો બહુ મોટી વસ્તુ બની ગયો છે, પરંતુ આ દુનિયામાં ઘણા એવા લોકો છે જેમની ઈમાનદારી જીવંત છે. ઈમાનદારીનો આવો જ અનોખો કિસ્સો લઈને અમે આવ્યા છીએ જેમાં એક ધોરણ 6માં અભ્યાસ કરતા 12 વર્ષીય સગીરે તેની ઈમાનદારી દેખાડી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવો તમને આ પુરા સમાચાર વિગતે જણાવીએ.
વાત કરવામાં આવે તો આ કિસ્સો ડિસા તાલુકાના ભીલડી ગામ માંથી સામે આવી રહ્યો છે જ્યાં ધોરણ 6માં ભયાસ કરતો એક વિદ્યાર્થીને 75 હજાર રૂપિયાની સોનાની ચેન મળી આવી હતી જે ચેન ને તેના મૂળ માલિકને પરત સોંપી ખુબજ વખાણ કરે તેવું કાર્ય કર્યું છે. આમ જે બાદ સોનાના ચેન મળી આવતા મૂળ માલિકે અને તેના પરિવારે આ બાળકનો ખુબજ આભાર માણ્યો હતો. જોકે આજના સમયમાં આવી ઈમાનદારી હવે ખુબજ ઓછી જોવા મળતી હોઈ છે. અને આવા કળયુગના સમયમાં પણ આ બાળકે ખુબજ સારી ઇમાનદરી દેખાડી છે.
જો તમને પૂરો કિસ્સો જણાવીએ તો ડીસા તાલુકાના બોડાલ ગામે રહેતા કિસ્મતબેન ઠાકોર બોડાલ થી ભીલડી તરફ જવા માટે નીકળ્યા હતા અને તે દરમિયાનજ રસ્તામાં તેની 75 હજાર રૂપિયાની કિંમતની અંદાજિત અઢી તોલા સોનાની ચેન રસ્તામાં પડી ગઈ હતી. જે ચેન મુડેઠા પાસે આવેલા ગણેશપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતા ઋષિક રાઠોડને મળી આવી હતી. જે ચેન લઈ ઋષિક તરત જ શિક્ષકો પાસે પહોંચ્યો હતો.
આમ જે બાદમાં શાળાના શિક્ષકોએ તપાસ કરતાં આ ચેન કિસ્મતબેનની ખોવાઈ ગઈ હોવાનું જાણવા મળતા તેમનો સંપર્ક કરી તરતજ શાળાએ બોલાવ્યા હતા. વિદ્યાર્થી, ગામના આગેવાનો અને શિક્ષકોના હસ્તે ચેન મૂળ માલિકને પરત આપી હતી. છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા બાળકની ઈમાનદારી જોઈ લોકો ગદગદીત થઈ ગયા હતા. અને બાળક સહિત તેના પરિવારનો આભાર માન્યો હતો. આમ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા બાળકે 75 હજાર રૂપિયાની મળી આવેલી સોનાની ચેન મૂળ માલિકને પરત આપી માનવતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.