જુવો એવી તસ્વીરો જેમાં આલિયા ભટ્ટ પોતાના બેબી બમ્પ ને સંતાડતી જોવા મળી.
બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ હાલમાં થોડા દિવસોથી તેની પ્રેગનેન્સી ને લઇ ને ચર્ચાનું કારણ બની છે. અભિનેત્રી હાલમાં પોતાનો હોલીવુડ ડેબ્યુ પ્રોજેક્ટ ‘હાર્ટ ઓફ સ્ટોન ’ ની શુટિંગ કરી રહી છે. જેમાં તે હોલીવુડ સ્ટાર ગૈલ ગૈડોટ અને જેમી ડોનેન ની સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે. ૧૪ એપ્રિલ ૨૦૨૨ ના રોજ તેના લગ્ન પછી તરત જ જયારે આલિયા શુટિંગ માટે નીકળી હતી, ત્યારે તે લંડનમાં તેના પતિ રણવીર કપૂરના પરિવાર સાથે થોડો સમય પસાર કરતી જોવા મળી હતી. થોડા દિવસો પહેલા રણવીરના પિત્રાઈ ભાઈ અરમાન જૈને ઇન્સ્ત્રાગ્રામ પર તેમના ગેટ –ટુગેધર ની કેટલીક તસ્વીરો શેર કરી હતી જેમાં આલિયા ભટ્ટ બલેક આઉટફિટમાં જોવા મળી હતી.
આ પાર્ટી માથી હજુ એક નવી તસ્વીર સામે આવી રહી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં આલિયા ભટ્ટ પોતાના બ્લેક કલરના ખુલતા કપડા પહેરી અને હાથની મદદથી પોતાનો બેબી બમ્પ ઢાંકતી જોવા મળી રહી છે. એવું જણાઈ રહ્યું છે કે આલિયા ભટ્ટ આ નાજોયેલીં તસ્વીરમાં પોતાના બેબી બમ્પ ને સંતાડવાની કોસિસ કરી રહી છે. તસ્વીરમાં આલિયા ફિલ્મ નિર્માતા કારણ જોહર અને એક ફેંસ ની સાથે પોઝ આપતી જોવા મળી છે.
આલિયા એ એક સારી પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી જેમાં તેણે પોતાની પ્રેગનેન્સી અંગેની ઘોષના કરી હતી. શેર કરેલી આ તસ્વીરમાં આલિયા ભટ્ટ અને રણવીર કપૂર સોનોગ્રાફી ના મશીન ની સામે જોઈ રહ્યા છે અને આ તસ્વીર ને શેર કરતા તેમણે કેપ્શન માં લખ્યું છે કે , “ અમારું બાળક … જલ્દી જ આવાનું છે.”આલિયા ભટ્ટ જલ્દી જ બોલીવુડ ની સૌથી નાની ઉમર ની માં બનવા જઈ રહી છે અને તેણે બધી માનસિકતા ને તોડી દીધી છે કે એક મહિલા પોતાના વ્યસ્ત જીવનની વચ્ચે ગર્ભવતી બનવાનો નિર્ણય નથી લઇ સકતી.
પોતાની ઉમરના તફાવત ના કારણે રણવીર કપૂરની સાથે ડેટિંગ કરવા માટે અભિનેત્રી આલિયા ભટ્ટે ટ્રોલીગ નો પણ સામનો બહુ કરેલો છે. પરંતુ બંને એ આ વિષય પર બહુ ધ્યાન આપ્યું નહિ અને દુનિયા ની સામે સાબિત કરી બતાવ્યું કે અંત માં તો પ્રેમ ની જ જીત થાય છે. આલિયા ભટ્ટ અને રણવીર કપુરના લગ્ન ૧૪ એપ્રિલ ૨૦૨૨ માં એક અતરંગ સમારોહમાં લગ્ન કર્યા હતા. ૫ વર્ષની ડેટિંગ કરયા પછી બંને એ પોતાના પ્રિયજનોની ઉપસ્થિત માં લગ્નના બંધનમાં જોડાયા હતા. આ જોડી પહેલી વાર અયાન મુખરજીની ફિલ્મ “બ્રમ્હાસ્ત્ર પાર્ટ 1 શિવા ”માં મુખ્ય જોડી ના રૂપ માં જોવા મળશે. આ ફિલ્મ ૯ સપ્ટેમ્બર ૨૦૨૨ માં સ્ક્રીન પર હિટ થવા માટે તૈયાર છે.
View this post on Instagram