જુવો તો ખરાં! આ વરરાજા એ લગ્નમાં એવો ગજબનો હાર પહેર્યો કે લોકોની તો આંખો ફાટી રહી ગઈ…..

કોઇ પણ નાં લગ્ન હોય તેને યાદગાર બનાવવા માટે લોકો કરોડો રૂપિયા પાણીની જેમ ખર્ચી નાખતા હોય છે. લોકો દ્વારા એમ પણ કહેવામાં આવતું હોય છે કે લગ્ન થોડી વારંવાર આવવાના હોય છે આમ લોકો લગ્નને યાદગાર બનાવવા અનેક પ્રકારના તામજામ કરતા હોય છે ત્યારે હાલમાં સોશીયલ મિડીયા પર આવો જ અજીબો ગરીબ એક વિડિયો બહુ જ મોટા પ્રમાણમાં વાયરલ થઇ રહ્યો છે જે અનેક લોકો જોઈને આનંદ કરી રહ્યા છે. ઘણાં લોકો એવા પણ હોય છે જે સાદગીથી લગ્ન કરતા હોય છે ત્યાં જ ઘણાં લોકો બહુ જ ધામધૂમથી અનોખી રીતે લગ્ન કરતા હોય છે.અને આવા અનોખા લગન સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની જાય છે.

હાલમા આવો જ એક લગ્નનો વિડિયો સોશિયલ મીડિયા પર બહુ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં આકર્ષણનું કેન્દ્ વરરાજો કે દુલ્હન નહિ પરંતુ નોટનો હાર જોવા મળી રહ્યો છે.જેને વરરાજાએ ગળામાં પહેરેલો છે.આ વિડિયોને ઈન્સ્તરાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો છે જેના કેપશન માં લખ્યુ છે કે તમારા લગ્ન માટે સપનાનો હાર. આ વીડિયો પાકિસ્તાનના ઇસ્લામાબાદ નો છે જે બહુ જ ચર્ચાનો વિષય બન્યો છે.આ વીડિયો જોતા ઘણા લોકોના તો હોંશ ઉડી ગયા છે.આ વીડિયોમાં જોઇ શકાય છે કે વરરાજો પોતાના મિત્રો અને સગા સબંધીઓ સાથે સ્ટેજ પર ઊભેલો છે.

જેમાં વરરાજો વચ્ચે ઊભેલો છે અને તેની બંને બહુ પરિવારના સભ્યો અને મિત્રો ઉભા છે.આમાં જોવાની બાબત તો એ છે કે વરરાજા એ જે હાર પહેર્યો છે તેને પકડીને આ તમામ લોકો ઊભા જોવા મળે છે.વરરાજાએ એવો ગજબનો હાર પહેર્યો છે કે તે આખા સ્ટેજને રોકી શકે છે.આ જોઈને ઇન્ટરનેટ પરના દરેક લોકો શોકમાં જોવા મળ્યા છે કે આટલો મોટો હાર વરરાજા એ પહેર્યો કઈ રીતે.વાસ્તવમાં વરરાજાએ જે હાર પહેર્યો છે તે સામાન્ય વરરાજા ઓ પહેરે તેના કરતા બહુ જે વધારે નોટો જોવા મળે છે.અને એમાં પણ આ હાર નોટનો બનેલો છે.

જેમાં કેટલા રૂપિયાની નોટ છે તે ખયાલ આવવો મુશ્કેલ છે.સાચે જ આ હાર એટલો મોટો છે કે ઘણા લોકો ને તો આ નોટની ચાદર લાગી રહી છે.હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર બહુંજ ધૂમ મચાવી રહ્યો છે.આ વીડિયો ને અત્યાર સુધીમાં ૧ કરોડથી વધુ લોકો એ જોઈ લીધો છે.સાથે જ હજારો લોકો આ વીડિયોની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે.એક યુઝર્સ લખ્યું છે કે આ બધું દેખાવો છે.લગ્ન તો સાદાઈ થી જ કરવા જોઇએ.ત્યાં જ બીજા યુઝર્સ લખ્યું છે કે આતો નોટની ચાદર હોય એમ જણાઈ રહ્યું છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *