સપનામાં આવેલા ભગવાન શ્રી કૃષ્ણએ કહી મોટી વાત, મુસ્લિમ વ્યક્તિએ બનાવડાવ્યું 40 લાખનું મંદિર
દુનિયામાં અનેક અજીબ ગજીબ બાબતો રોજબરોજના જીવનમાં જોવા મળતી હોય છે અને ઘણી ઘટના તો એવી બનતી હોય છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કિલ હોય છે. ઘણા કિસ્સો સાંભનીને આપના હોંશ ઉડી જતાં હોય છે.હાલમાં એક એવો જ કિસ્સો સામે આવી રહ્યો છે જે સાંભળીને તમને પણ વિશ્ર્વાસ કરવો મુશ્કેલ બની જશે આ કિસ્સો ઝારખંડ ના દુમકાનો છે કે જ્યાં રાણીશ્વર ના હમીરપુર માં રહેતા એક મુસ્લિમ વ્યક્તિએ ભગવાન શ્રી કૃષ્ણ નું મંદિર બનાવ્યું છે. છે ને તમને પણ નવાઈ લાગે એવી વાત પરંતુ આ સત્ય ઘટના છે.
હમીરપુર માં રહેતા મુસ્લિમ નૌશાદ શેખ ૪૦ લાખ રૂપિયાના ખર્ચે ભગવાન શ્રી કૃષ્ણ નું મંદિર બનાવી રહ્યા છે.આથી આ દિવસોમાં ભગવાન શ્રી કૃષ્ણનું ‘ પાર્થ સારથી મંદિર ‘ બહુ જ ચર્ચામાં જોવા મળ્યું છે.અને આ ચર્ચાનો વિષય મુસ્લિમ નૌશાદ શેખ છે જે તે વિસ્તારના ડેપ્યુટી ચીફ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તમને જણાવી દઇએ કે નૌસાદ શેખે આ મંદિર બનાવવાનું કામ વર્ષ ૨૦૧૯ માં શરૂ કર્યું હતું.આ અંગે નૌસાદ કહે છે કે એકવાર તેઓ પશ્ચિમ બંગાળના માયાપુરની મુલાકાત લેવા ગયા હતા.
અને આ દરમિયાન ભગવાન કૃષ્ણ તેમના સ્વપ્નમાં દેખાયા હતા. ત્યારપછી ભગવાન કૃષ્ણે તેમને કહ્યું કે તે પોતે તમારા વિસ્તારમાં વસવાટ કરે છે. તે અહીં મુલાકાત લેવા શા માટે આવ્યો હતા? ત્યારે શ્રી કૃષ્ણએ તેને સ્વપ્નમાં કહ્યું કે ‘તમારા વિસ્તારમાં પહોંચો.’ તે જ સમયે નૌશાદે પાર્થ સારથી મંદિર બનાવવાનું વિચાર્યું. અને આથી આમ આ સ્થળે અત્યારે વિશાળ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ છે.આ અંગે વધુમાં તમને જણાવી દઇએ કે આ મંદિરની સાથે સાથે મંદિર પરિસરમાં પૂજા કરતા પૂજારીઓ માટે કીર્તન શેડ, રસોડું અને એક અલગ રૂમ પણ બનાવવામા આવેલ છે.
હેતમપૂર ના પૂતી મહારાજે ૩૦૦ વર્ષ અગાઉ ભગવાન શ્રી કૃષ્ણના પાર્થ સારથી ની પૂજા કરવાનું શરૂ કર્યું હતું.અને તે સમય દરમિયાન આ સ્થળ હેતમપૂર રાજ્યનો દરબાર હતો.તે સમયે તે જંગલ મહેલ તરીકે જાણીતું હતું. હેતમપૂર રાજ્યના રાજાએ અહી પાર્થ સારથી નો મેળો શરૂ કર્યો હતો.પરંતુ તેમની જવાબદારી પૂરી થવાથી તેઓએ અહી પૂજાનું કામ અધૂરું મૂકી દીધું હતું.અને કાર્ય બંધ કરી દીધું હતું. અને હવે પાછું આ મંદિર બનાવવાનું કામ એક મુસ્લિમ વ્યક્તિ કરી રહ્યો છે અને સાથે સમાજની ભેદભાવ ની વૃત્તિને દૂર કરવાનું નેક કામ કરી રહ્યા છે.