આટલુ આલીશન ફાર્મ હાઉસના મલિક છે લવજી બાદશાહ! અંદરની તસવીરો જોઈ માથું ચક્કર ખાય જશે… જુઓ તસવીરો
ગુજરાતના દાનવીરોની વાત કરીએ એમાં સુરતના લવજીભાઈ ડાલિયાને કેમ ભૂલી શકાય. લવજીભાઈને ડાલિયા સરનેમ તરીકે ખૂબ ઓછા લોકો જાણતા હશે, પણ જો લવજીભાઈ બાદશાહ કહેવામાં આવે તો આ નામ બધામાં જાણીતું છે. ભાવનગર જિલ્લાના નાના એવા સેંજળીયા ગામમાં જન્મેલા લવજીભાઈના પરિવારની આર્થિક સ્થિત સારી નહોતી. રોજીરોટી કમાવવા 12 વર્ષની ઉંમરે સુરત આવીને હીરા ઘસવાનું શરૂ કર્યું. ચાર વર્ષ હીરા ઘસ્યા બાદ નાનાપાયે હીરાનું કારખાનું શરૂ કર્યું. બાદમાં અવધ ગ્રુપના નામે પોતાનો કન્સ્ટ્રક્શન બિઝનેસ શરૂ કર્યો.
આમ જે બાદ ખંત અને જુસ્સાના જોરે લવજીભાઈએ પછી ક્યારેય પાછું વળીને જોયું નથી. તો વળી આ ઉપરાંત તેઓ આરોગ્ય, શિક્ષણ, સમાજસેવા, જળસંચય જેવા અનેક કાર્યક્રમો સાથે જોડાયેલા છે. ‘અવધ ગ્રુપ’ હેઠળ કન્સ્ટ્રક્શન સહિતના બિઝનેસ સાથે સંકળાયેલા લવજીભાઈ બાદશાહે સુરત નજીક આવેલું પોતાનું ફાર્મહાઉસ પણ આકર્ષક રીતે તૈયાર કર્યું છે.
લવજીભાઈ બાદશાહનું આ ફાર્મ હાઉસ જોઈ તમારી આંખો પણ અંજાઈ ગઈ હશે. મહેલથી પણ વધુ આલીશાન આ હાઉસમાં આકર્ષક ડિઝાઈન અને ગ્રીનરી વચ્ચે ફેલાયેલા લવજીભાઈ બાદશાહના ગોપીન ફાર્મહાઉસમાં તમામ પ્રકારની મોર્ડન સુવિધાઓ પણ સામેલ છે તેમજ તાપી કિનારે અબ્રામા વિસ્તારમાં આવેલા આ ફાર્મ હાઉસની અવાર-નવાર સંતો અને સેલિબ્રિટી મુલાકાત લે છે.
લવજીભાઈ પોતાના ફાર્મનો એક વીડિયો થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થયો હતો આ વિડીયોમાં લવજીભાઈ બાદશાહનું ભવ્ય ફાર્મ હાઉસ જોવા મળી રહ્યું છે.
તેમજ આ સાથે જણાવીએ તો મોટો સ્વિમિંગ પુલ આજુ બાજુ માં બેસવા માટે ની વ્યવસ્થા સાથે આ ફાર્મ ની રોનક સ્વિમિંગ પુલ આપે છે આ ફાર્મ માં ગ્રીનરી પર ખુબ ભાર આપવા માં આવ્યો છે અને તેના થી જ ફાર્મ નો ઉઠાવ વધે છે નવા નવા ફૂલો અને ઝાડ થી આ ફાર્મ ને શણગારવા માં આવ્યું છે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો