આ જગ્યા પર આવેલુ છે એક અદ્ભુત શિવલિંગ જેની લંબાઈ દર વર્ષે વધી રહી છે ! લોકો કહે છે ચમત્કાર

ગરીયાબંદ જીલ્લાના મારોડા ગામમા આવેલ ભુતેશ્વર નાથ ના નામ થી જગ વિખયાત આ શીવલીંગ એક પ્રાકૃતીક શીવલીંગ છે.આ શીવલીંગ વિશે વાત કરીએતો સૌથી રસપ્રદ બાબત એ છે કે આ શીવર્લીંગ દર વર્ષે આપમેળે મોટી થાય છે જે જમીનથી અંદાજીત ૨૦ ફુટ ઉંચાઈ એ અને ગોળાકાર આકારમા છે.મહેસુલ વિભાગ દવારા દર વર્ષે આ શીવલીંગની લંબાઈ માપવામા આવે છે.

આ શીવલીંગ વિશે જાણવા મળતી લોક વાયકા મુજબ આજથી હજારો વર્ષ પુર્વે પારા ગામના ના રહેવાસી શોભાસિંહ ની અહી ખેતીવાડી આવેલ હતી.એક વખત શોભાસિંહ રાત્રે પોતાના ખેતર પાસે જતા એક વિશેષ આકૃતીના પહાડમાથી આખલો તથા સિંહની ચીસો પાડવાનો અવાજ સંભળાયો આવો અવાજ અવાર નવાર સંભળાતા આખરે શોભાસિંહએ સમગ્ર ઘટના બાબતે ગ્રામજનોને જણાવતા ગ્રામજનો પણ સમગ્ર ઘટના જાણી ચોંકી ઉઠયા સમગ્ર ઘટના વિશે જાણવા ગામના તમામ લોકો ભેગા થઈ પહાડની આજુબાજુ આખલા અને સિંહની શોધ કરી પરંતુ દુર દુર સુધી કોઈ જાનવર જોવા મળયુ નહિ જેથી લાકોની શ્રધ્ધા આ પહાડ પ્રત્યે વધવા લાગી.

આ ઘટના અંગે પારા ગામના લોકોના જણાવ્યા અનુસાર આ પહાડની લંબાઈ અને ગોળાઈ ધીમે ઘીમે વધે છે જે આજે પણ જોઈ શકાય છે. પૌરાણીક મહત્વ વર્ષ ૧૯૫૯માં ગોરખપુરથી પ્રકાશીત ધાર્મીક સામાયીક કલ્યાણના વાર્ષીક અકના પાનાં નંબર ૪૦૮મા કરેલ ઉલ્લેખ મુજબ આ શીવલીંગને એક મહાન અને વિશાળ શીવલીંગ વર્ણવેલ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.