હજારો દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણીએ ઘરે થી નીકળતા પહેલા પુત્રવધુ ના ચરણ સ્પર્શ કરે છે ! કારણ જાણી માન વધી જશે…

મહેશભાઈ સવાણીને તો તમે ઓળખતાજ હશો જેણે અત્યાર સુધી ઘણી છોકરીઓનાં લગ્ન કરી સાસરે વળાવી છે. હાલ તમને ખબરજ હશે કે ૧૯મી જુન રવિવારના દિવસે ફાધર્સ ડે ઉજવવામાં આવ્યો હતો. ત્યારે આપણે આજે એક એવા પિતાની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે એક બે કે ત્રણ દીકરીઓ નહિ બલકે ૪૮૦૦ થી પણ વધારે દીકરીઓના પિતા છે. મહેશભાઈ સવાણીએ અત્યાર સુધી કુલ ૪૮૭૪ દીકરીઓને સાસરે વળાવી છે. તેઓ દીકરીઓની બધીજ બાબતોનો ખુબજ ખ્યાલ રાખે છે.

મહેશભાઈનાં એક ઇન્ટરવ્યુંમાં તેમણે જણાવ્યું કે ‘ તેમને વધારેમાં વધારે દીકરીઓના લગ્ન કરાવવા છે. જો તેમની પાસે અંબાણી અનમે અદાણી જેટલા પૈસા હોઈ તો તે આખા રાજ્યની દીકરીઓના લગ્ન કરાવેત. તેમજ તેમની એક અનોખી વાત એવી છે કે તેઓ જયારે પણ બહાર જાય છે ત્યારે તેમની પુત્ર વધુના ચરણ સ્પર્શ કરે છે. આમ તેમણે તેના દીકરા નાં લગ્નમાં પણ બધા મહેમાનોની સામે તેમની પુત્રવધુના ચરણ સ્પર્શ કર્યા હતા. આમ તેઓ જ્યારે પણ બહાર નીકળે છે ત્યારે તેમના બંને પુત્રની પત્ની એટલે કે જાનકી અને આયુષીને પગે લાગે છે.

આમ તેઓ તેમની પુત્રવધુને દીકરી તેમજ ભગવાન માને છે. તેમજ મહેશભાઈ જણાવે છે કે તે મારો વંશ આગળ વધારશે એટલે તે મારી દીકરીઓ છે. તેમજ તેઓ સ્કુલ પણ સંભાળે છે અને તેમના પુત્રો બીઝનેસમેન છે. તેમજ મહેશભાઈ જણાવે છે કે મારા પિતા કહેતા કે પૈસા કમાતા પહેલા વાપરતા શીખો. આપણે પૈસા ક્યાંથી કમાયે છે તે પહેલા આપણે તેને ક્યા ખર્ચ કરીએ છીએ તે મહત્વનું છે. તેમજ વધુમાં જણાવે છે કે તેમના પિતાના લગ્ન સમૂહ લગ્નમાં થયા હતા.

તેમજ તેમના ભાઈ બહેનનાં લગ્ન પણ સમૂહલગ્નમાં થયા હતા. તેમજ તેઓ કહે છે કે અમે કોઈ દંભ કે દેખાડામાં માનતા નથી. આમ મહેશભાઈ ૨૦૦૭ થી એક કોરોના વર્ષને મુકીને દર વર્ષે સમૂહ લગ્ન કરાવે છે. તેમજ તેઓ કહે છે કે દીકરીઓના મેરેજ તેમજ ડિલીવરી સુધીનો તમામ ખર્ચો પોતા કરે છે. તેઓ અત્યાર સુધી કુલ ૧૫૦ કરોડ થી વધુ ખર્ચો કરી ચુક્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.