“મેકપ વાલા મુખડા” સોન્ગ ફેમ બાળ કલાકાર જીગર ઠાકોર ના પિતા નુ અચાનક જ નિધન થયું ! ઘટના એવી બની કે…

તમે બધા જીગર ઠાકોર ને તો જાણતાજ હશો જે એક ગીતને કારણે આખા ગુજરાતમાં ફેમસ થયા હતા. જેમ તમે જાણોજ છો કે આજના સમયમાં લોકો સોસીયલ મીડિયા પર તેમના વાયરલ વિડીયો અને અલગ અંદાઝ થી ખુબજ ફેમસ થતા હોઈ છે. જીગર ઠાકોરે નાની ઉમર માજ ખુબ મોટી નામના મેળવી છે. જીગર ઠાકોર આ ગીત ગાઈને નાની ઉમરમાં જ તેના માતાપિતાનું નામ ગર્વથી રોશન કર્યું હતું અને બધા ઘરના ખુબજ ખુશ થયા હતા. તો વળી હાલમાં જીગર ઠાકોર પર દુઃખનું આભ ફાટી પડ્યું છે. જેમાં એવું જાણવા મળી મળી રહ્યું છે કે જીગર ઠાકોરના પિતાનું દુઃખદ અવસાન થયું છે.

તમને વિગતે જણાવીએ તો જીગર ઠાકોરના પિતા સોરાપજી અનુપજી ઠાકોરનું તારીખ 5 ના રોજ દુઃખદ મોત થયું હોઈ તેવા સમાચાર સામે આવી રહયા છે તેમજ તેમના પિતાનું દુઃખદ અવસાન શા કારણે થયું છે તે બાબત હજી કોઈની સામે નથી આવી. આમ જીગર ઠાકોરના પિતાના મોતને લઈને સમગ્ર ગુજરાતી સંગીત કલાકારોમાં દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ જાણીતા ગીત કલાકાર દેવ પગલીએ પણ જીગર ઠાકોરના પિતાને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

તમને જો જીગર ઠાકોરની વાત કરવામાં આવે તો તે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મંડાણા ગામમાં રહે છે. ઘણા સમય પહેલા જીગર ઠાકોર નો એક વિડિઓ ખુબજ વાયરલ થયો હતો અને આ વિડિઓ પર ઘણા ગીત કલાકારોની નજર પડી હતી. જે બાદ જીગર ઠાકોરને ગુજરાતી ગીત ગાવાનો મોકો મળ્યો હતો. જીગર ઠાકોરે પહેલી વાર ગુજરાતી ગીત કલાકાર દેવ પાગલી સાથે “માટલા ઉપર માટલું” ગીત ગાયું હતું. આ ગીતે સમગ્ર ગુજરાતમાં ધૂમ મચાવી દીધી હતી. જે બાદ જીગર ઠાકોરની સુનેરી સફર ચાલુ થઇ.

આ તે પછી જીગર ઠાકોરને અનેક ગીતો ગાવાનો મોકો મળ્યો. જે બાદ તેણે તેના જીવનના બે મોટા સપના પુરા કર્યા પહેલા તો જીગર ઠાકોરે નવી કાર લીધી અને ત્યાર બાદ તેણે તેના જીવનનું બીજું સપનું પાકું મકાન બનાવવાનું પૂરું કર્યું. જોકે હાલ માં તેમના પિતાનું મોટ થતા જીગર ઠાકોર અને તેમના પરિવાર પર દુઃખનો પહાડ ટુટી પડ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *